ETV Bharat / city

રાજ્ય સરકારનો નિર્ણય : ધોરણ 6થી 8ના વર્ગો 18 ફેબ્રુઆરીથી થશે શરૂ - ગુજરાત ન્યુઝ

ગુજરાતમાં કોરોનાના કેસ ઓછા થયા છે. તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓ શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા બાદ ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કર્યા હતા. હવે 18 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

gandhinagar
gandhinagar
author img

By

Published : Feb 13, 2021, 5:07 PM IST

  • રાજ્ય સરકારે એક મહિનામાં લીધો શાળાઓ શરૂ કરવાનો નિર્ણય
  • ધોરણ 6થી 8ના વર્ગો થશે શરૂ
  • 18 ફેબ્રુઆરીથી વર્ગો થશે કાર્યરત

ગાંધીનગર : કોરોનાની વૈશ્વિક મહામારી અને ગુજરાતમાં જ રીતના કરવાના કેસ વધી રહ્યા હતા, તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓ શરૂ કરી ન હતી, પરંતુ પ્રથમ તબક્કામાં ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરાયા બાદ ધોરણ 9થી 12ના વર્ગો અને હવે 18 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારની SOPનું કરવું પડશે પાલન

રાજ્ય સરકારે આજ શનિવારે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા GSEB બહાર પાડવામાં આવી છે, તેનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. શાળાના વર્ગમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં આવશે ત્યારે તમામ વિદ્યાર્થીઓને હેન્ડ સેનિટાઈઝર અને માસ્કનુ પણ પાલન કરાવવાનું રહેશે.

ધોરણ 9થી 12ના વર્ગોમાં 70 ટકા હાજરી

આ ઉપરાંત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એવી પણ માહિતી બહાર પાડવામાં આવી છે કે, ધોરણ 9થી 12ના વર્ગોમાં વિદ્યાર્થીઓની હાજરીમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 70 ટકા વિદ્યાર્થીઓ વર્ગખંડ શિક્ષણમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, શાળાઓ શરૂ કરવામાં આવી હતી, ત્યારે ફક્ત ગણતરીના વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા. પરંતુ હવે વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ અગાઉ ફક્ત 40 ટકા જેટલા જ વિદ્યાર્થીઓ વર્ગખંડ શિક્ષણમાં જોડાયા હતા, જે હવે વધીને 70થી 75 ટકા જેટલી સંખ્યા થઈ છે.

શાળાએ આવવું ફરજિયાત નહીં

રાજ્યના શિક્ષણ સચિવ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ છે કે, આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થા એક નિયત સંમતિ પત્ર પણ મેળવવાનો રહેશે. ત્યારબાદ જ વિદ્યાર્થી શાળામાં પ્રવેશ કરી શકશે. આમ રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ હાજરી બાબતે પણ સ્પષ્ટતા કરી છે કે, વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.