ETV Bharat / city

GPSC દ્વારા કલાસ 1 અને 2ના પરિણામો જાહેર કરાયા - ગુજરાત જાહેર સેવા આયોગ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા GPSC Class I & IIની પ્રાથમિક પરીક્ષાનું (GPSC Exams Results) પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 6152 ઉમેદવારો મુખ્ય લેખિત પરીક્ષા માટે કવોલીફાઈ કરવામાં આવ્યાં છે.

GPSC દ્વારા કલાસ 1 અને 2ના પરિણામો જાહેર કરાયા

author img

By

Published : May 29, 2021, 5:39 PM IST

  • જીપીએસસીના પરિણામ જાહેર
  • વર્ગ 1 અને 2ના પરિણામ જાહેર થયા
  • 6152 ઉમેદવારોએ આપી હતી પરીક્ષા
  • 224 જગ્યાઓ માટે જાહેર કર્યા પરિણામ

    ગાંધીનગર : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ જગ્યાઓ જેવી કે - નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ 20, જિલ્લા/નાયબ રજિસ્ટ્રારની કુલ 03, સહાયક રાજ્યવેરા કમિશનર કુલ 42, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ 01; એમ સંયુક્ત રીતે વર્ગ-1 ની કુલ 81 જગ્યાઓ તથા સેક્શન અધિકારી ( સચિવાલય )ની 9, સેક્શન અધિકારી (વિધાનસભા) ની કુલ 1, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારની કુલ 7, રાજ્ય વેરા અધિકારીની કુલ 74, જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની કુલ 25, સરકારી શ્રમ અધિકારીની કુલ 25, સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) વિચરતીની કુલ 2 એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ 143 જગ્યાઓ એમ સંકલિત કુલ 224 જગ્યાઓ માટે 15/11/2020ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. પ્રાથમિક કસોટી 21 માર્ચ, 2021ના રોજ યોજવામાં આવી હતી.

હવે જુલાઈમાં મુખ્ય લેખિત પરીક્ષા યોજાશેે

મુખ્ય લેખિત પરીક્ષા 19, 21 અને 23 જુલાઈના રોજ યોજનામાં આવશે. મુખ્ય લેખિત પરીક્ષામાં કુલ 6 પ્રશ્નપત્રો હશે. પ્રશ્નપત્ર-1 : ગુજરાતી; પ્રશ્નપત્ર-2 : અંગ્રેજી, પ્રશ્નપત્ર-3 : નિબંધ; પ્રશ્નપત્ર-4 : સામાન્ય અભ્યાસ-1; પ્રશ્નપત્ર-5 : સામાન્ય અભ્યાસ-2 અને પ્રશ્નપત્ર-6 : સામાન્ય અભ્યાસ-3. જ્યારે અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે.

આ પણ વાંચોઃ હાઈકોર્ટના આદેશ બાદ ફાયર NOC મામલે વડોદરા શહેરની 125 કોવિડ હોસ્પિટલોની પરવાનગી રદ કરાઈ

ફાઇનલ પરિણામ નવેમ્બર 2021માં જાહેર થશે

મુખ્ય પરીક્ષાનું પરિણામ નવેમ્બર-2021માં જાહેર થશે. જગ્યાની સામે આશરે ત્રણ ગણા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે. ઈન્ટરયૂઝ ડીસેમ્બરમાં થશે અને આખરી પરિણામ 31 ડીસેમ્બર, 2021 પહેલા પ્રસિદ્ધ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ UAEમાં બાકી રહેલી IPL મેચો રમાશે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થશે ટૂર્નામેન્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.