- એડમિટ પેશન્ટના બેડ પર પાણી ટપકતું હોવાથી ડોલ રાખવી પડે છે
- જૂની સિવિલ હોસ્પિટલના છતના ભાગને રીનોવેશનની જરૂર
- નવી બિલ્ડિંગમાં ચોમાસામાં પાણી પડવાની સમસ્યા
ગાંધીનગર : સિવિલ હોસ્પિટલ(civil hospital)માં આગળના ભાગે જૂની બિલ્ડીંગ આવેલી છે, જ્યારે તેની પાછળના ભાગે નવી બિલ્ડીંગ સિવિલ હોસ્પિટલ(civil hospital)ની આવેલી છે. આ બન્ને બિલ્ડીંગમાં કેટલીક ખામીઓ સામે આવી છે. ઇમર્જન્સી વિભાગની જૂની બિલ્ડીંગની વાત કરવામાં આવે તો, અહીં ઉપરના ત્રીજા માળેથી પ્લાસ્ટર ઉખડી રહ્યું છે, બિલ્ડિંગની અંદરના સળિયા દેખાઈ રહ્યા છે, પાઈપમાંથી લીકેજ થતું પાણી અવાર-નવાર પડતું રહે છે.
આ પણ વાંચોઃ દેશની ધરોહરના વિકાસની વાતો પોકળ: ભાવનગરની જર્જરીત આલ્ફ્રેડ હાઈસ્કૂલનો 150માં વર્ષમાં થશે પ્રવેશ
બિલ્ડિંગના નીચેના ભાગના પિલરમાં તિરાડો પડી ગઈ છે
બિલ્ડિંગના નીચેના ભાગના પિલરમાં તિરાડો પડી ગઈ છે. ત્રીજા માળથી લઈને ઉપર સુધી છત પરના પ્લાસ્ટર ઉખડી ગયા છે. જો આ સ્થિતિ રહી તો ઉપરના ભાગે વધુ નુકસાન થવાની શક્યતા રહેલી છે. જ્યારે સિવિલ હોસ્પિટલ(civil hospital)ની નવી બિલ્ડીંગ કે જ્યાં કોરોના(corona)ના દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે, ત્યાં પણ વરસાદ આવતા પાણી લીકેજ થવાથી બેડ પર પાણી પડતું હોય છે.
સાતમા માળથી પાંચમાં માળ સુધી નીચે સીલીંગમાંથી વરસાદ સમયે સતત ટપક્યાં જ કરે છે
સિવિલ હોસ્પિટલ(civil hospital)ની નવી બિલ્ડિંગના ભાગે ઉપરના સાતમા માળેથી લઈ પાંચમા માળ સુધી પાણી ટપકે છે. જ્યારે પણ વરસાદ આવે ત્યારે પાણી સિલિંગમાંથી નીચે આવે છે. સિલિંગ પર વાયરિંગ કરવામાં આવ્યું છે, જેથી ક્યારેક શોર્ટ સર્કિટ થઈ આગ પણ લાગી શકે છે. વરસાદના કારણે પાણી છેક સાતમાં માળથી પાંચમાં માળ સુધી નીચે સીલીંગમાંથી વરસાદ સમયે સતત ટપક્યાં જ કરે છે.
બેડની બાજુમાં જ ડોલ રાખી મુકવામાં આવે છે
નવી બિલ્ડિંગમાં જુદા-જુદા રૂમ અને પેશન્ટના વોર્ડમાં પાણી ટપકે છે. એડમિટ પેશન્ટના બેડ પર પાણી ટપકતું હોવાથી બેડ ખસેડી નીચે ડોલ મૂકવી પડે છે. આ પ્રકારની સ્થિતિ સિવિલ હોસ્પિટલ(civil hospital)ની નવી બિલ્ડિંગમાં છે. અત્યારે પણ જે જગ્યાએ કોવિડ અને નોન કોવિડ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તેમના બેડની બાજુમાં જ ડોલ રાખી મુકવામાં આવે છે.
ચોમાસામાં પાણી પડવાથી વધુ નુકશાન થવાની શક્યતા રહેલી છે
જૂની બિલ્ડિંગમાં ત્રીજા ફ્લોર પરથી બિલ્ડીંગનો ઉપરનો ભાગ જર્જરિત થઇ ગયો છે. ચોથા માળેથી પણ પેશન્ટ અને તેમના સગા વ્હાલાઓ અવર-જવર કરતા હોય છે. ત્યાં પણ ઉપરના ભાગનુ પ્લાસ્ટર એટલી હદ સુધી તૂટી ગયું છે, કે તેના સળિયા દેખાય છે. જો કે, સિવિલ હોસ્પિટલ(civil hospital) દ્વારા નીચેના ભાગે પ્લાસ્ટર લગાવાયું છે. જો કે, ઘણા ભાગમાં રીનોવેશન કરવાની જરૂર છે. ચોમાસામાં પાણી પડવાથી વધુ નુકશાન થવાની શક્યતા રહેલી છે.
આ પણ વાંચોઃ રાજકોટની સરકારી શાળા જર્જરિત હાલતમાં જોવા મળી, વિદ્યાર્થીઓ માટે જોખમ
પેશન્ટ અને સગા અવર-જવર કરે છે, છતની ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં
જી.એમ.ઇ.આર.એસ ફેકલ્ટી ક્લિનિકલ ડીપાર્ટમેન્ટની સામેનો ડીપાર્ટમેન્ટ ચાલુ છે. ત્યાં પેશન્ટ અને તેમના સગાવ્હાલા પણ હોય છે. ત્યાં જ ઉપરના ભાગે છતની દિવાલ જર્જરિત બનતી જઈ રહી છે.