વિજય રૂપાણી ગુજરાત અને અમદાવાદ બંધ મામલે વધુમાં જણાવ્યું હતું કે, અમુક લોકો દ્વારા ગુજરાતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ કેન્દ્ર સરકારે જે નાગરિકતા બિલ લાવ્યું છે. તે તમામ લોકો માટે ઉપયોગી સાબીત થશે. આ બિલથી કોઈ પણ નાગરિકને નુકસાન થશે નહીં. અત્યારે અમુક લોકો રાજકીય રોટલો શેકવાના બહાને આવા બંધના એલાન આપે છે. ગુજરાત અને અમદાવાદમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેમાં વેપારીઓ દ્વારા કોઇ જ પ્રકારનો બંધ પાડવામાં આવ્યું નથી. વેપારીઓએ તેમની વાતને જાકારો આપ્યો છે અને બંધ સંપૂર્ણ પણે નિષ્ફળ રહ્યું છે. જ્યારે ગુજરાતમાં લોકો બિલ નો સ્વીકાર કર્યો છે. પરંતુ કોંગ્રેસ દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો છે.
આમ કેન્દ્ર સરકારના લાવેલા નવા નિયમનો અને બિલનો વિરોધ સમગ્ર દેશમાં અલગ અલગ સ્થાને થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ આ બિલ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. તેવું પણ નિવેદન અગાઉ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આપી ચૂકયા છે. ત્યારે આજે જે રીતના બંધનું એલાન હતું તેમાં બંધનું એલાન નિષ્ફળ રહ્યું છે.