ETV Bharat / city

Video વાયરલ કરનાર Pass નેતા અશ્વિન સાંકડસરિયાની ચીલોડા પોલીસે ધરપકડ કરી

પાટીદાર અનામત આંદોલન વખતે લાઈમલાઈટમાં આવેલા Pass નેતા અશ્વિન સાંકડસરિયાની ચીલોડા પોલીસે દિલ્હી ખાતેથી ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં હાજર કર્યો છે. Video વાયરલ કરવા અને આ મામલે અશ્વિન સાંકડસરિયા વિરુદ્ધ આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Video વાયરલ કરનાર Pass નેતા અશ્વિન સાંકડસરિયાની ચીલોડા પોલીસે ધરપકડ કરી
Video વાયરલ કરનાર Pass નેતા અશ્વિન સાંકડસરિયાની ચીલોડા પોલીસે ધરપકડ કરી
author img

By

Published : Jul 7, 2021, 1:15 PM IST

  • દિલ્હીથી કરવામાં આવી ધરપકડ
  • આજે જ પોલીસ સ્ટેશનમાં હાજર કરાયો
  • પાસના વિવાદસ્પદ નેતા રહ્યાં છે અશ્વિન સાંકડસરિયા

    ગાંધીનગર : અશ્વિન સાંકડસરિયા વીડિયો વાયરલ કરી વધુ ચર્ચામાં આવ્યા બાદ પોલીસથી નાસતો ફરતો હતો. છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતાં વોન્ટેડ એવા પાસના નેતા અશ્વિન સાંકડસરિયાને પકડવા માટે ચીલોડા પોલીસે કવાયત હાથ ધરી હતી. જેને દિલ્હીની કડી મળતાં અશ્વિન સાંકડસરિયાને ત્યાંથી પકડી લાવી આજે પોલીસ સ્ટેશનમાં હાજર કરાયો હતો.

    આઈ.આઈ.પી.એચ. સંસ્થામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો વીડિયો વાયરલ કર્યો હતો

    ગાંધીનગરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ સંસ્થાનો વીડિયો વાયરલ કર્યો હતો. આ સંસ્થામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યાં છે. તેવા ખુલ્લેઆમ આક્ષેપો કર્યા હતાં. આ વીડિયો વાયરલ કરવા ઉપરાંત અધિકારીઓ વિરુદ્ધ ઉગ્ર અને બેફામ બોલી વીડિયો વાયરલ કર્યો હતો. આ ઉપરાંત પોસ્ટરો પણ વાયરલ કરવાની ઘટના સામે આવી હતી. આ તમામ ગુનામાં અશ્વિન સાંકડસરિયાની દિલ્હીથી અટકાયત કરી આગળની કાર્યવાહી પોલીસે ચીલોડા લાવી હાથ ધરી છે.

    આ પણ વાંચોઃ કલોલમાં રોગચાળો વધતા 10 હજારની વસતી ધરાવતા પૂર્વ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

    Ipc કલમ 505 વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

    અશ્વિન સાંકડસરિયા વિરૂદ્ધ આઈપીસીની કલમ 505 અન્વયે ગુનો દાખલ કરાયો છે. જોકે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજુ અશ્વિન સાંકડસરિયાની પૂછપરછ ચાલી રહી છે. છેલ્લા ઘણા પોલીસની નજરથી છટકી નાસતો ફરતો હતો.

આ પણ વાંચોઃ સેક્ટર 6ના જર્જરિત થયેલા સરકારી મકાન ખાલી કરાવવા બોલાવવી પડી પોલીસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.