ETV Bharat / city

મુખ્યપ્રધાન વિજય રૂપાણી શનિવારે બનાસકાંઠા અને રવિવારે ભાવનગરની રૂબરૂ મુલાકાત લેશે - વિજય રૂપાણી સમાચાર

મુખ્યપ્રધાન વિજય રૂપાણી શનિવારે બનાસકાંઠા અને રવિવારે ભાવનગરની મુલાકાત લેશે. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં પાલનપુર અને ભાવનગર ખાતે કોરોનાની સ્થિતિના આંકલન અને સમીક્ષા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે.

Chief Minister Rupani visits North Gujarat

author img

By

Published : May 14, 2021, 8:50 PM IST

  • મુખ્યપ્રધાન રૂપાણી હવે ઉત્તર ગુજરાતની મુલાકાતે
  • રવિવારે ભાવનગરની મુલાકાતે
  • કોર ગ્રુપના વરિષ્ઠ સચિવો પણ જોડાશે

ગાંધીનગર : રાજ્યની કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્યના વરિષ્ઠ સચિવોના કોર ગ્રુપ સાથે રાજ્યના વિવિધ જિલ્લા અને શહેરોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા અને સ્થાનિક વહીવટી તંત્રના માર્ગદર્શન માટે પ્રત્યક્ષ મુલાકાતનો ઉપક્રમ શરૂ કરેલો છે. જેમાં શનિવારે પાલનપુર અને રવિવારે ભાવનગરની મુલાકત કરવામાં આવશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી

આ પણ વાંચો : સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યના 80 લાખથી વધુ પરિવારોને મળશે કોરોનાની ફ્રી સારવાર

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો પ્રવાસ

કોરોનાની વર્તમાન પરિસ્થિતિ બીપી બર્થ ડે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કોર ગ્રુપ શનિવારે તારીખ 15 મે 2021ના રોજ સવારે પાલનપુરની અને રવિવારે 16મી મેએ સવારે ભાવનગરની મુલાકાત લેવાના છે અને આ મુલાકાત અંર્તગત શનિવારે સવારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને બનાસકાંઠા જિલ્લાની તેમજ તારીખ 16મી મે રવિવારે સવારે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ભાવનગર શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનું આકલન કરશે. આ બન્ને જિલ્લાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.

આ પણ વાંચો : ગાંધીનગર : કોરોનામાં મૃતક કે સારવાર હેઠળ રહેલા દંપતિના 18 વર્ષ સુધીના સંતાનોની કાળજી બાળ સંભાળ ગૃહ રાખશે

કયાં અધિકારીઓ રહેશે હાજર

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસ નાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવી પણ આ બન્ને સ્થળોએ મુખ્યપ્રધાન રૂપાણી સાથે મુલાકાતમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપ દ્વારા વિવિધ શહેરોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરીને સ્થાનિક પરિસ્થિતિ મુજબ જરૂરી માર્ગદર્શન અને નિર્ણયો કરવામાં આવશે.

અગાઉ ક્યાં ક્યાં કરી છે મુલાકાત

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કોર ગ્રુપના વરિષ્ઠ સભ્યોએ અગાઉ મોરબી, રાજકોટ, પાટણ, જામનગર, કચ્છ, જૂનાગઢ અને દાહોદ વગેરે જિલ્લામાં બેઠક પૂર્ણ કરી વહીવટી તંત્રને જરૂરી સૂચનો કરેલા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.