ETV Bharat / city

નાબાર્ડ દ્વારા આયોજીત સ્ટેટ ક્રેડિટ સેમિનારનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન - State Credit Seminar by NABARD

ગાંધીનગરમાં નાબાર્ડની ગુજરાત પ્રાદેશિક કચેરી દ્વારા સ્ટેટ ક્રેડીટ સેમિનારનું આયોજન કરાયું હતું. જેનુ ઉદ્ઘાટન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું. આ તકે વિજય રૂપાણીએ એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેકટર એમ ત્રણેય સેકટરમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટને સુદ્રઢ બનાવી ગુણવતાયુકત ખેતપેદાશો, નાના-મધ્યમ ઊદ્યોગોના ઉત્પાદનો-વેપાર-વણજના એકસપોર્ટ પર વિશેષ ધ્યાન આપી આત્મનિર્ભર ભારત સાકાર કરવામાં બેન્કીંગ સેકટરના સક્રિય સહયોગ માટે આહવાન કર્યુ છે. તેમજ જણાવ્યું કે, આપણે ખેડૂતને ડૉલર કમાતો થાય એ દિશામાં આવા વેલ્યુએડીશનથી આગળ વધવું છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી
author img

By

Published : Mar 18, 2021, 5:00 PM IST

Updated : Mar 18, 2021, 7:27 PM IST

  • નાબાર્ડ દ્વારા ગાંધીનગરમાં સ્ટેટ ક્રેડિટ સેમિનાર યોજાયો
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન
  • ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ પર વધુ ભાર આપવો છેઃ રૂપાણી

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નાબાર્ડની ગુજરાત પ્રાદેશિક કચેરી આયોજિત સ્ટેટ ક્રેડીટ સેમિનારનું ગાંધીનગરમાં ઉદ્ઘાટન કર્યુ હતું. આ સંદર્ભમાં મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે આપણા આઝાદીના શિલ્પીઓ એવા સ્વાતંત્ર્યવીરોની કલ્પનાનું સુજલામ-સુફલામ અને વિશ્વગુરૂ ભારત સુખી સમૃદ્ધ ભારત બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણ યોજનાઓમાં નાબાર્ડ જેવી ગ્રામીણ ક્ષેત્રની બેંકો સહિત રાષ્ટ્રિયકૃત બેંકો ‘‘બઢ ચઢ કર હિસ્સા લે’’તે હવેના સમયની માંગ છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી

સ્ટેટ ફોક્સ પેપરનું વિમોચન કરાયું

તેમણે આ અવસરે વર્ષ 2021-22ના સ્ટેટ ફોકસ પેપરનું વિમોચન તેમજ સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડામાં શરૂ થનારા ગુજરાતના પ્રથમ નાબાર્ડ સ્પોન્સર્ડ રૂરલ બિઝનેસ ઇન્કયુબેશન સેન્ટર માટેના મંજૂરી પત્રોનું વિતરણ કર્યુ હતું.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી

આ પણ વાંચોઃ નાબાર્ડ દ્વારા "સૌની" યોજનામાં અત્યાર સુધીના 9000 કરોડ ફાળવાયા

બેન્કો દ્વારા ખેડૂતોને ધિરાણ મળે તેવી મુખ્યપ્રધાને કરી તાકીદ

મુખ્યપ્રધાને આ અવસરે સ્પષ્ટ મત વ્યકત કર્યો કે આત્મનિર્ભર ભારત અને આર્થિક મહાસત્તા ભારતની લક્ષ્ય પૂર્તિ માટે ભારતે કમર કસી છે, ત્યારે વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાતની વિશેષ જવાબદારી છે. આપણી કૃષિ સમૃદ્ધ, તો ગામડું સમૃદ્ધ, ગામડું સમૃદ્ધ તો શહેર સમૃદ્ધ, અને શહેર સમૃદ્ધ તો રોજગારી, આર્થિક ગતિવિધિઓ સમૃદ્ધ એવા ધ્યેય સાથે પારદર્શી, નિર્ણાયક અને ઝડપી નિર્ણયો સાથે યોજનાઓ બનાવી રહ્યાં છીએ. તેમાં બેંકો માત્ર ક્રિયાકર્મ તરીકેની ઔપચારિકતાથી જોડાય તે પર્યાપ્ત નથી. એમ તેમણે બેન્કોને ખેડૂતો, MSME, નાના વેપારીઓને સરળતાએ ધિરાણ-સહાય મંજૂર કરવાની તાકીદ કરતાં ઉમેર્યુ હતું.

સ્ટેટ ક્રેડિટ સેમિનાર
સ્ટેટ ક્રેડિટ સેમિનાર

એક હજાર FPO ઉભા કરવા

મુખ્યપ્રધાને રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતી પછી સર્જાયેલા આર્થિક માહોલમાં લોન-ધિરાણ સહાય માટે સહકારી બેન્કોએ જે ઉત્સાહ દાખવ્યો છે, તેવી જ રીતે રાષ્ટ્રિયકૃત બેન્કો પણ જોડાય અને સમયની માંગને અનુસરે તેવું દાયિત્વ અદા કરવા અપીલ કરી હતી. મુખ્યપ્રધાન રૂપાણીએ ખેડૂતોની વધુ સમૃદ્ધિ માટે રાજ્યમાં 1 હજાર FPO ઊભા કરવામાં તેમજ પ્રત્યેક જિલ્લાની આગવી ઓળખ થાય, આર્થિક પછાત જિલ્લા સમૃદ્ધ બને તે માટેની યોજનાઓમાં નાબાર્ડ અને બેન્કોના સહયોગની અપેક્ષા વ્યકત કરી હતી.

2022માં ખેડૂતોની આવક બમણી કરવા નિર્ધાર

રાજ્યના કૃષિપ્રધાન આર. સી. ફળદુએ રાજ્યમાં પાક વીમા સહાય, શૂન્ય ટકા વ્યાજે ધિરાણ, ગોડાઉન સહાય ઉપરાંત ટેકાના ભાવે ખરીદી વગેરેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સંવેદનશીલ અભિગમથી ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાનો નિર્ધાર પાર પડશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. કૃષિપ્રધાને નાબાર્ડના સ્ટેટ ફોકસ પેપરમાં પ્રાયોરિટી સેકટર માટે 2 લાખ 24 હજાર કરોડના પોટેન્શીયલ પ્રોજેકટશન માટે આભાર વ્યકત કર્યો હતો.

38,500 કરોડનું કુલ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું થયું

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના પ્રાદેશિક નિયામક પાણિગ્રહી, નાબાર્ડના ચીફ જનરલ મેનેજર મિશ્રાએ ગુજરાતમાં કૃષિ, MSME, સૌની યોજનામાં ધિરાણ-સહાય અને 38,500 કરોડનું કુલ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું થયું છે તે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ છે તેનો આનંદ પ્રાસંગિક સંબોધનમાં વ્યકત કર્યો હતો.

Last Updated : Mar 18, 2021, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.