ETV Bharat / city

મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યનાં પ્રથમ એમેઝોન ડિજિટલ સેન્ટરનો કર્યો પ્રારંભ - first Amazon Digital Center

મુખ્યપ્રધાન રૂપાણી( CM Vijay Rupani ) એ આજે ગુરૂવારે રાજ્યનું પ્રથમ એમેઝોન ડિજિટલ સેન્ટર( Amazon Digital Center )નું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. એમેઝોન ફેસિલિટિઝ સેન્ટર ( Amazon Facilities Center )ના કારણે રાજ્યભરના MSME ને પોતાના ચીજ વસ્તુઓના વેચાણ માટે ગ્લોબલ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે. આ ઉપરાંત મુખ્યપ્રધાને કહ્યું હતું કે, ગુજરાતના નાના વેપારીઓ અને આદિવાસી સમાજના હસ્તકળા કારીગરો પોતાની ચીજ વસ્તુઓને વિશ્વ બજારમાં આ સેન્ટરના તાલીમની મદદથી વેચાણ કરી શકશે.

CM Rupani inaugurated Amazon Digital Center
મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યનાં પ્રથમ એમેઝોન ડિજિટલ સેન્ટરનો કર્યો પ્રારંભ
author img

By

Published : Jul 8, 2021, 8:07 PM IST

  • મુખ્યપ્રધાન દ્વારા સુરતમાં વર્ચ્યુઅલ રીતે એમેઝોન ડિજીટલ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું
  • MSME ઉદ્યોગોને ચીજ વસ્તુઓના વેચાણ માટે ગ્લોબલ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે
  • ડિજિટલ કેન્દ્ર દ્વારા MSME ઉદ્યોગોના નિયોજકોને ઓનલાઈન ટ્રેડિંગ માટે ટ્રેનિંગ

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી( CM Vijay Rupani ) એ સુરત ખાતે ગુજરાતના નવનિર્મિત પ્રથમ એમેઝોન ડિજિટલ સેન્ટર( Amazon Digital Center )નું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, સુરતમાં એમેઝોન ફેસિલિટિઝ સેન્ટર ( Amazon Facilities Center )કાર્યરત થવાથી રાજ્યના MSME ઉદ્યોગોને પોતાની ચીજવસ્તુઓના વેચાણ માટે ગ્લોબલ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે. સુરતમાં 41,000 કરતાં વધારે MSME યુનિટ કાર્યરત છે. સુરતમાં એમેઝોન ફેસિલિટિઝ સેન્ટરનો લાભ પ્રાપ્ત થતાં રાજ્યભરના MSME ને પોતાના ચીજ વસ્તુઓના વેચાણ માટે ગ્લોબલ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે.

CM Rupani inaugurated Amazon Digital Center
મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યનાં પ્રથમ એમેઝોન ડિજિટલ સેન્ટરનો કર્યો પ્રારંભ

સુરતથી પ્રથમ ડિજિટલ સેન્ટરનો પ્રારંભ

પ્રથમ ડિજિટલ સેન્ટરનો સુરતમાં પ્રારંભ થવાથી ‘ગુજરાત ફર્સ્ટ’ ની પરંપરાની યશભાગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું હોવાનું મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં સુરત મિની ઈન્ડિયા તરીકે ઓળખ ધરાવે છે. દેશના વિવિધ રાજ્યના લોકો ડાયમંડ, ટેક્ષટાઈલ, જરી ઉદ્યોગમાં રોજગારી માટે સુરતમાં વસેલા છે. સુરતમાં ગ્લોબલ ટ્રેડ કોમર્સ લીડર એમેઝોનના ડિજિટલ ટ્રેનિંગ સેન્ટર ( Amazon's Digital Training Center )નો પ્રારંભ થવાથી નાના, મધ્યમ કદના ઉદ્યોગોને લાભ થશે. નિયોજકો-ઉદ્યોગકારોને એમેઝોન જેવી વૈશ્વિક કંપનીનો સહયોગ પ્રાપ્ત થવાથી સોનામાં સુગંધ ભળશે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો માત્ર 38 દિવસમાં રાજ્યવ્યાપી અમલ કરાયો

ગુજરાતના નાના વેપારીઓ અને આદિવાસી સમાજને ગ્લોબલ પ્લેટફોર્મ મળશે

મુખ્યપ્રધાને વધુમાં ઉમેર્યું કે, સમગ્ર વિશ્વ આજે એક બજાર છે અને ગુજરાતના નાના વેપારીઓ અને આદિવાસી સમાજના હસ્તકળા કારીગરો પોતાની ચીજ વસ્તુઓને વિશ્વ બજારમાં આ સેન્ટરના તાલીમની મદદથી વેચાણ કરી શકશે. સેન્ટર કાર્યરત થવાથી રોજગારીની તકોમાં પણ વધારો થશે. આ ડિજિટલ કેન્દ્ર MSME ક્ષેત્રના ઉદ્યોગોના નિયોજકોને ઓનલાઈન ટ્રેડિંગ માટે ટ્રેનિંગ અને માર્ગદર્શન તેમજ આવશ્યક સંસાધનો એક જ છત્ર નીચે ઉપલબ્ધ કરાવશે.

કોરોનામાં ગુજરાતનો વિકાસ યથાવત

મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, વૈશ્વિક કોરોના મહામારીમાં છેલ્લા 2 વર્ષથી સમગ્ર દુનિયામાં આર્થિક ગતિવિધિઓને અસર પહોંચી છે, પરંતુ વ્યાપાર-વાણિજ્ય ગુજરાતીઓના જીન્સમાં છે. ગુજરાતીઓ આફતને અવસરમાં પલટવાનું સામર્થ્ય ધરાવે છે. કોરોનાકાળમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ઈ-કોમર્સ સ્વાસ્થ્ય સુરક્ષા માટે આવશ્યક બની ગયું છે. સમગ્ર વિશ્વમાં કોરોનાકાળમાં આર્થિક ગતિવિધિઓ મંદ પડી ગઈ હતી, પરંતુ ‘ના ઝુકના હૈ, ના રૂકના હૈ’ મંત્ર સાથે રાજ્ય સરકારે પૂરી સતર્કતા અને સલામતી સાથે પ્રવૃત્તિઓ ચાલું રાખીને રાજ્યની અર્થવ્યવસ્થાને મંદ પડવા દીધી નથી.

આ પણ વાંચો: રાજ્ય સરકારનો નિર્ણય: ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી

વેપાર માટે ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય

વર્ષ 2020-21માં દેશમાં થયેલા કુલ ઔદ્યોગિક મૂડી રોકાણમાં ગુજરાત 37 ટકા રોકાણ કર્યું છે. સતત 4 વર્ષથી ગુજરાત FDIમાં અગ્રેસર છે. કોરોનાકાળમાં પણ સતત બીજા વર્ષે દેશભરમાં FDI પ્રાપ્ત કરવામાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. રાજ્ય સરકારની પારદર્શી નીતિઓ અને ‘ઈઝ ઑફ ડુઈંગ’ના પરિણામે ગુજરાત ‘બેસ્ટ ચોઈસ ફોર ઈન્વેસ્ટમેન્ટ’ બન્યું છે. હવે ઈ-કોમર્સના ક્ષેત્રે પણ આ ડિજિટલ કેન્દ્રનો લાભ MSME ઉદ્યોગો અને અન્ય નાના-મોટા વ્યાપારકારો માટે વિન-વિન સિચ્યુએશન ઉભી કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.