ETV Bharat / city

રાજ્યમાં ભારે વરસાદ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી - Gujarat News

રાજ્યના સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદે લીલો કહેર મચાવ્યો છે. આજે બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્ય સરકારે કરેલી તૈયારીઓ અને કામગીરીની સમીક્ષા કરી હતી. આ સાથે જ તેઓએ પોરબંદર અને જૂનાગઢના કલેક્ટર સાથે પણ વાતચીત કરીને વરસાદની કામગીરીની સમીક્ષા કરી હતી.

CM Bhupendra Patel
CM Bhupendra Patel
author img

By

Published : Sep 29, 2021, 10:59 PM IST

  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરિય બેઠક યોજી
  • રાજ્યમાં વરસાદ અને પવનની ગતિને કારણે સર્જાયેલી સ્થિતીની સમીક્ષા કરી
  • મુખ્ય સચિવ સહિતના સચિવો સાથે બેઠક યોજી
  • તંત્રની સજ્જતા- સતર્કતાની તલસ્પર્શી વિગતો મેળવી

ગાંધીનગર: રાજ્યના સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદે લીલો કહેર મચાવ્યો છે, ત્યારે આજે બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્ય સરકારે કરેલી તૈયારીઓ અને કામગીરીની સમીક્ષા કરી હતી. આ સાથે જ તેઓએ પોરબંદર અને જૂનાગઢના કલેક્ટર સાથે પણ વાતચીત કરીને વરસાદની કામગીરીની સમીક્ષા કરી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી

આ પણ વાંચો: ‘નલ સે જલ’ યોજના અંતર્ગત રાજ્યના તમામ ઘરોમાં 2022 સુધીમાં પાણી પહોંચાડાશે: વિજય રૂપાણી

પોરબંદર- જૂનાગઢના જિલ્લા કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતીનો અંદાજ મેળવ્યો

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદી સ્થિતી અને પવનની ગતિને કારણે સર્જાયેલી હળવા દબાણની પરિસ્થિતીની સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. ખાસ કરીને પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી ભરૂચ સહિતના વિસ્તારોમાં થયેલા વ્યાપક વરસાદ અને ઝડપી પવનથી કોઇ મોટું નુકશાન કે જાનહાનિ ન થાય તે માટેની સંબંધિત જિલ્લા તંત્રો અને રાજ્ય સરકારના વિભાગોની સજ્જતા સતર્કતા અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી હતી.

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક, ટૂંક સમયમાં જાહેર કરાશે અતિવૃષ્ટિ રાહત પેકેજ

નીચાંણવાળા વિસ્તારમાં લોકોની સ્થિતી બાબતે મેળવી માહિતી

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં નીચાંણવાળા વિસ્તારોના લોકોની સ્થિતી, જરૂર જણાયે સલામત સ્થળે સ્થળાંતર કરવાના કિસ્સાઓમાં આશ્રયસ્થાન તેમજ ભોજન પ્રબંધ, પવનની ગતિ વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. રાજ્યના દરિયાકાંઠાના પ્રવાસન સ્થળો-બિચ ઉપર કોઇ પર્યટક- પ્રવાસી ન જાય તે માટે તેમજ દરિયામાં માછીમારી માટે ગયેલા સાગરખેડૂઓ સલામત પરત આવી જાય તે માટે જરૂરી સૂચનાઓ અને પ્રબંધ કરવા પણ બેઠકમાં સૂચનો કર્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં અત્યારની સ્થિતીએ સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં NDRF ની 18 ટિમ સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહિ તૈનાત કરવામાં આવી છે તેમજ બે ટિમ સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવી છે.

  • છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. તો છેલ્લા 24 કલાકના વરસાદને જોતા રાજ્ય સરકાર દ્વારા 29 સપ્ટેમ્બરે કુલ 8 એન.ડી.આર.એફ.ની ટીમ અલગ-અલગ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે અને કુલ 207 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
  • પોરબંદર: 'ગુલાબ' વાવાઝોડાને પગલે રાજ્યના હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ સાથે પવન ફુકાવાની પણ આગાહી કરી છે, ત્યારે 29 સપ્ટેમ્બરે ભારતીય કોસ્ટગાર્ડના જહાજો, વિમાન અને રડાર સ્ટેશન દ્વારા ભારતીય માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી હતી. કોસ્ટગાર્ડના વિમાનો દ્વારા દરિયામાં જઈને માછીમારોને બંદર પર પરત જવા માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત દરિયા કાંઠે રહેતા લોકોને સરકાર અને તંત્ર દ્વારા સતર્ક કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.