ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર બે દિવસ ગુજરાતના પ્રવાસે - Gujarat Assembly Election
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ભારતના મુખ્ય ચૂંટણી (Election commissioner Gandhinagar visit) કમિશનર આગામી દિવસોમાં ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યાં રાજકીય પક્ષો સાથે મુલાકાત કાર્યક્રમ યોજાશે. (Gujarat Assembly Election 2022)
ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર 26 સપ્ટેમ્બરથી બે દિવસ ગાંધીનગરના પ્રવાસે આવી રહ્યા છે. બે સભ્યો સાથે આવી રહેલુ ફૂલ ફ્લેજ્ડ કમિશન બે દિવસની મુલાકાત દરમિયાન ગાંધીનગરમાં રાજકીય પક્ષો સાથે મુલાકાત કાર્યક્રમ યોજાશે.એન્ફોર્સમેન્ટ અર્થાત ચૂંટણી સંચાલન તંત્રની સજ્જતા માટે સમિક્ષા યોજશે. (Gujarat Assembly Election 2022)
ગુજરાતની સાથે હિમાચલમાં પણ ચૂંટણી બુધવારે સવારે મુખ્ય ચૂંટણી કમિશનરના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ નક્કી થયા બાદ ચૂંટણીની અટકળો વહેતી થઈ છે. ઇલેક્શન ઓફ ઈન્ડિયાની (Election of India) કાર્યરીતીના અધિકારીએ કહ્યુ કે, આ વર્ષે કમિશન જાણકાર ચૂંટણી છે. ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી છે. ગુજરાતમાં છેલ્લે વર્ષ 2017 માં 25મી ઓક્ટોબરના રોજ બપોરે એક કલાકે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. અલબત્ત આ જાહેરાત પૂર્વે ચૂંટણી કમિશનરે બે વખત અમદાવાદ અને ગાંધીનગરમાં ફૂલ ફ્લેજ્ડ મુલાકાતો યોજીને સ્થિતિની સમિક્ષા કરી હતી. (Rajiv Kumar review in Gandhinagar)
બે તબક્કે મતદાન યોજાઈ શકે છે ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરના અંતે પહેલી મુલાકાતમાં રાજકીય પક્ષોની રજૂઆતો અને કલેકટર પોલીસ અધિકક્ષ સ્તરે ચૂંટણી સંચાલન તંત્રની સજ્જતાની સમિક્ષા બાદ ઓક્ટોબરમાં બીજી વખત આખરી સમિક્ષા થઈ શકે છે. આ ઉપરાંત, વર્ષ 2017ની ચૂંટણીમાં બે તબક્કે 9 અને 14મી ડિસેમ્બરે મતદાન યોજાયુ હતું. આ વખતે પણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને બાકીના ગુજરાતમાં એમ બે તબક્કે મતદાન યોજાઈ શકે છે. (Election commissioner Gandhinagar visit)