- કોરોનાના વધતા સંક્રમણને જોતા તારીખોમા ફેરફાર
- વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ 3ની પરીક્ષાની તારીખમા ફેર બદલ
- અન્ય પરીક્ષાઓની તારીખો યથાવત
ગાંધીનગર : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનારી એપ્રિલ-મે મહિનાની પરીક્ષાઓની તારીખોમા ફેરફાર કરવામા આવ્યો છે. વર્ગ-1 અને વર્ગ-2 તેમજ વર્ગ 3 માટે પરીક્ષાઓ લેવાની છે, તેમા ફેરફાર કરવામા આવ્યો છે. જો કે અન્ય લેવાનારી પરીક્ષાની તારીખો યથાવત રાખવામા આવી છે. કોરોના મહામારીને ધ્યાનમા રાખી આ તારીખો બદલવામા આવી છે તેવું જાહેર કરેલા પરિપત્રમા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સૂચવવામા આવ્યું છે.
આ પણ વાંચોઃ યુનિવર્સિટી પરીક્ષાઃ સપ્ટેમ્બરમાં ગુજરાતની યુનિવર્સિટીઓ ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષા લેશે, સરકારે કરી તૈયારીઓ
4 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓ 18 એપ્રિલથી શરૂ કરાશે
જે પરીક્ષાઓ 4 એપ્રિલથી શરૂ થવાની હતી, તેમા ફેરફાર કરી પરીક્ષાની તારીખ 18 એપ્રિલ કરવામા આવી છે. મે મહિના સુધી અલગ-અલગ તારીખોમા વિવિધ પરીક્ષાઓ લેવામા આવશે. જે 30 મે સુધી પૂરી કરવામા આવશે. પરિપત્ર જાહેર કરી દરેકને જાણ કરવામા આવી છે.
કોરોના વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ પરીક્ષાઓ લેવાશે
પરીક્ષા આપવા જવાથી કોરોના પણ ફેલાઇ શકે છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમા રાખી તારીખોમા ફેરફાર જરૂર કરાયો છે. પરંતુ પરીક્ષાઓ થોડા દિવસો પૂરતી જ પાછી ઠેલાઇ છે. કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે પરંતું ગાઇડલાઇનના આદેશનું પાલન કરીને પણ પરીક્ષાઓ લેવામાં આવશે.
આ પણ વાંચોઃ ચૂંટણીના લઇને સીએની પરીક્ષાની તારીખોમાં ફેરફાર