ETV Bharat / city

BJP Central Zone Meeting : PM Modiના દાહોદ પ્રવાસથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાશેઃ પાટીલ - ભાજપ બાલભોગ વિતરણ કાર્યક્રમ

ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં મધ્ય ઝોનની બેઠક (BJP Central Zone Meeting) યોજાઈ રહી હતો. આ બેઠકમાં 5 જિલ્લાઓના ગ્રામ્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી ચૂંટણીઓમાં (Gujarat Assembly Election 2022) બૂથ સમિતિને મજબૂત કરવા અને કાર્યકરોને પ્રેરણા આપવા આ બેઠક યોજાઈ હોવાનું ભાજપે જણાવ્યું હતું.

BJP Central Zone Meeting : દાહોદથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનું રણસિંગુ ફૂંકાશે : સી.આર. પાટીલ

author img

By

Published : Mar 30, 2022, 12:29 PM IST

Updated : Mar 31, 2022, 8:57 AM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મધ્ય ઝોનની બેઠકનું (BJP Central Zone Meeting) આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના 5 ST વસ્તી ધરાવતા જિલ્લાઓ વડોદરા, છોટા ઉદેપુર, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના સંગઠન મહાપ્રધાન રત્નાકર, પ્રદેશ મહાપ્રધાન ભાર્ગવ ભટ્ટ, અને આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા જશવંત ભાભોર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બેઠકમાં પાંચેય જિલ્લાના મહાપ્રધાનઓ, પ્રમુખો, જિલ્લા અને તાલુકાના ચૂંટાયેલા સભ્યો, મંડળના પ્રમુખો મહાપ્રધાનઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં મધ્ય ઝોનની બેઠક યોજાઈ

મહામંત્રી ભાર્ગવ ભટ્ટનું નિવેદન - આગામી ચૂંટણીઓમાં બૂથ સમિતિને મજબૂત કરવા, કાર્યકરોને પ્રેરણા આપવા, તેમને સક્રિય કરવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંંત આદિવાસી આંદોલન અને આદિવાસી નેતાઓનું અન્ય પાર્ટીમાં જોડાણ મુદ્દે કાર્યકરોને સૂચનાઓ અપાશે ?. અમારો કાર્યક્રમ બુથ અને પેજ કમિટીના કાર્યકરોને સક્રિય કરવાનો છે. અમે પંચાયતોની સભામાં આદિવાસી જિલ્લાઓમાં જીત મેળવી છે. અમારી પાસે પુરતા આદિવાસી નેતાઓ પણ છે.

આ પણ વાંચો : Congress Walkout From Gujarat Assembly: પેપરકાંડ મુદ્દે કોંગ્રેસનું વોક આઉટ, અમિત ચાવડાએ CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

પૂર્વ MLA પ્રાગજીભાઈને ભાજપમાં જોડાયા - પૂર્વ MLS પ્રાગજી પટેલને ભાજપમાંથી (MLA Pragji Patel Joined BJP) સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે આજે ફરી ગાંધીનગર ખાતે પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરી વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો છે. પૂર્વ MLS પ્રાગજી પટેલ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કારણે સસ્પેન્ડ કર્યા હતા. પ્રાગજી પટેલ (2002 to 2012) માંડલ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત પૂર્વ અમદાવાદ જિલ્લા પ્રમુખ પણ નિભાવી ચુક્યા છે. ભાજપમાં જોડાણ અંગે પ્રાગજી પટેલે કહ્યું કે, મૌખિક રીતે સસ્પેન્ડ કર્યો હતો. છતાં કોઈ પક્ષમાં જોડાયો નથી અને ભાજપનું કામ કરતો હતો. મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપમાં નેતાઓની ભરતીઓ ચાલુ છે.

"ત્રણ લાખ લોકોને ભેગા કરવા સૂચના" - સી.આર.પાટીલ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 એપ્રિલે ગુજરાતના (PM Narendra Modi visit to Gujarat) પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પ્રથમ કાર્યક્રમ દાહોદમાં ત્યારબાદ 22 મીએ બનાસકાંઠામાં સાંજે બહેનોનો કાર્યક્રમ હશે. અને સાંસદ જસવંત ભાભોરની ત્યાં વિકાસના કાર્યોના લોકાર્પણ કરશે. આ ઉપરાંંત વડાપ્રધાને ગયા સમયે યોજાયેલા રોડ-શો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો તેવું જણાવ્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમમાં સૌ લોકોને જોડાવા કાર્યકરોને નિવેદન આપ્યું હતું. ત્યારે ત્રણ લાખ લોકોને ભેગા કરવા સી.આર.પાટીલની સૂચના આપી હતી.

આ પણ વાંચો : Gujarat Assembly 2022 : વિધાનસભા બહાર ભાજપ સરકારનું પૂતળું બાળ્યું, કોંગ્રેસ આકરા પાણીએ

દાહોદથી વિધાનસભાની ચૂંટણીઓનું રણસિંગુ ફૂંકાશે - સી.આર. પાટીલે વધુમાં (Central Zone Meeting C.R. Patil) જણાવ્યું હતું કે, દાહોદથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનું રણસિંગુ ફૂંકાશે. અને વડાપ્રધાનના ગુજરાતના કાર્યક્રમમાં ભાજપની ચાર રાજ્યોની જીતનો અભિવાદન સમારોહ પણ હતો. આ ઉપરાંત સી.આર. પાટીલે વધુમાં કહ્યું હતું કે, સરકારી વાહનો આપશે, લોકો વધશે તો પ્રાઇવેટ વાહન આપવાની ગણતરી કરીને કુલ મળીને 05 લાખનો ટાર્ગેટ વ્યક્ત કર્યો છે. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા સી.આર.પાટીલ કાર્યકરોને શિક્ષકની જેમ પ્રશ્ન પૂછતા હતા.

બાળકો માટે બાલભોગ વિતરણ - ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી બાળકો માટે બાલભોગ વિતરણનો (Balbhog Distribution) કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. બાળકોને સુપોષિત રાખવા માટે આ બાલભોગ વિતરણનો કાર્યક્રમ શરુ થશે. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં બાળકો માટે બાલભોગ (BJP Balbhog Distribution Program) વિતરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.

Last Updated : Mar 31, 2022, 8:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.