ગાંધીનગર રાજ્યમાં ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) હવે ગણતરીના મહિના બાકી છે. તેવામાં આજે 14મી વિધાનસભાનું 2 દિવસીય ચોમાસુ સત્ર (gujarat assembly monsoon session) યોજાશે. જોકે, વર્તમાન સરકારનું આ છેલ્લું સત્ર હશે. ત્યારબાદ વિધાનસભાનું નવું સત્ર નવા વર્ષે નવી સરકારની હાજરીમાં યોજાશે. આજે બપોરે 12 વાગ્યે આ સત્રનો પ્રારંભ થશે.
રાજ્યપાલ ગૃહમાં બિલ પરત મોકલશે આજે (21 સપ્ટેમ્બર) અને આવતીકાલે (22 સપ્ટેમ્બર) ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર (gujarat assembly monsoon session) મળશે, પરંતુ પ્રશ્નોત્તરી નહીં હોય. જ્યારે બજેટ સત્રમાં સરકારે બહુમતીના જોરે જે શહેરી ઢોર નિયંત્રણ બિલ પસાર (Cattle control bill withdraw) કરવામાં આવ્યું હતું, તે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) બિલને ગૃહમાં પરત મોકલશે. ત્યારબાદ તેની પર ફરીથી ચર્ચાના અંતે ઢોર નિયંત્રણ બિલ પરત લેવામાં આવશે.
આજની ચર્ચા ચોમાસા સત્રના આજના (પ્રથમ) દિવસની (gujarat assembly monsoon session) કામગીરીની વાત કરીએ તો, બપોરે 12 વાગ્યે વિધાનસભાનું સત્ર મળશે, જે 11મા સત્ર તરીકે ઓળખવામાં આવશે. મહત્વની વાત કરીએ તો પ્રથમ એક કલાકમાં ટૂંકી મુદતના પ્રશ્નો, જેમાં વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદથી રસ્તાઓનું થયેલા નુકસાન અને બનાસકાંઠા તથા જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેતીના પાકને થયેલા નુકસાન સામે સહાય આપવા બાબતે ખાસ ટૂંકી મુદતના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે
પૂર્વ પ્રધાનોને અપાશે શ્રદ્ધાંજલિ ત્યારબાદ રાજ્ય સરકારના ભૂતપૂર્વ પ્રધાનો તારાચંદ છેડા, સુરેન્દ્રસિંહ રાજપુત, ઘનશ્યામ ઠક્કર, ઈશ્વર વહિયા, મગનસિંહ વાઘેલા, ભરતભાઈ ખોડાણીના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખ કરવામાં આવશે.
3 બિલ પસાર થશે ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના (gujarat assembly monsoon session) પ્રથમ દિવસે શોક ઠરાવ બાદ કેટલાક હિસાબના રેકોર્ડ્સ વિધાનસભાના મેજ ઉપર મૂકવામાં આવશે. ત્યારબાદ સરકારી વિધેયકો પસાર કરવામાં આવશે. વિધેયકોમાં વાત કરીએ તો, વર્ષ 2022નું વિદાય ક્રમાંક 10 ગુજરાત માલ અને સેવા વેરા સુધારક વિધાયક પસાર કરવામાં આવશે. ત્યારબાદ ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા અને પછી વર્ષ 2022નું ગુજરાત વિદ્યુત ઉદ્યોગ વિધેયક પણ પસાર કરવામાં આવશે. જ્યારે આજે રાજ્યપાલ પશુ નિયંત્રણ બિલ રાજભવનથી વિધાનસભા ગૃહમાં પરત મોકલશે. તેની ઉપર પણ ખાસ ચર્ચા કરીને બિલ પરત (Cattle control bill withdraw) ખેંચવામાં આવશે.