ETV Bharat / city

વિદ્યાર્થીઓને જુદા જુદા કોર્ષની જાણકારી હેતું રાજ્ય સરકારે કર્યું સેમિનારનું આયોજન - તજજ્ઞો દ્વારા કેરિયર સંબંધી માર્ગદર્શન

રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના (Education Department Gujarat) વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ધડવા માટે માર્ગદર્શન મળી રહે એ આશયથી સરકાર તરફથી એક ખાસ કાર્યક્રમનું (Career Programme for Better Courses) આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રયાસ કરીને "નવી દિશા નવું ફલક" કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન (Career Oriented Govt.Seminar) સેમિનાર યોજવાનો નિર્ણય કર્યો છે.

વિદ્યાર્થીઓને જુદા જુદા કોર્ષની જાણકારી હેતું રાજ્ય સરકારે કર્યું સેમિનારનું આયોજન

author img

By

Published : May 22, 2022, 6:30 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના (Education Department Gujarat) વિદ્યાર્થીઓને એમના કરિયરલક્ષી યોગ્ય માર્ગદર્શન (Career Oriented Govt. Seminar) મળી રહે એ હેતુંથી સરકારે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેનું નામ નવી દિશા નવું ફલક નક્કી કરાયું છે. જે અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો (Various Education Courses in Gujarat) યોજાશે. રાજ્યભરમાં માર્ગદર્શન કાર્યક્રમ કરવા માટે શિક્ષણ વિભાગની એક ખાસ બેઠક યોજાઈ હતી. આ અંગે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દીમાં જરૂરી માર્ગદર્શન મળી રહે અને તેઓ તેમની કારકિર્દી વધુ સારી રીતે ઘડી શકે એ આશયથી આ પ્રકારના કાર્યક્રમો યોજવાનું રાજ્ય સરકારે આયોજન કર્યુ છે.

આ પણ વાંચો: આ તે કેવી મુશ્કેલી! એક જ ક્લાસમાં બ્લેકબોર્ડનું વિભાજન કરી બે જુદી જુદી ભાષા શિખવાય છે

આઠ મહાનગર પાલિકામાં કાર્યક્રમ: ગુજરાત રાજ્યની 08 મહાનગરપાલિકાઓમાં તારીખ 26 મી મે ના રોજ કાર્યક્રમ શરૂ થશે. જ્યારે રાજ્યના 25 જિલ્લાઓમાં તારીખ 30 મી મેં ના રોજ કાર્યક્રમ શરૂ કરાશે. ગુજરાત રાજ્યના 249 તાલુકાઓમાં તારીખ 01 જૂનથી 06 જૂન સુધી કાર્યક્રમ કરવામાં આવશે. આમ શહેર, જિલ્લા અને તાલુકા એમ ત્રણ સ્તરે આ મોટા કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમો સવારે 10 થી 12 વાગ્યા સુધી યોજાશે. કાર્યક્રમોના સ્થળની વિગતો જે તે જિલ્લા શિક્ષણ આધિકારી દ્વારા જાહેર કરવામાં આવશે.વિદ્યાર્થીઓ યોગ્ય કારકિર્દી પસંદ કરી શકે તે માટે આ કાર્યક્રમોમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: RTEમાં મોટા ગફલા, ગરીબ અને આર્થિક પછાત વર્ગના બાળકો શિક્ષાથી અળગા રહેશે તો કોનો જિમ્મેદારી ?

વિધાર્થીઓને લાભ: માત્ર ધોરણ 10 અને 12 નહીં પણ ધોરણ 09 થી 12 સુધીના વિધાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દીને લગતા સવાલો માટે સેમિનાર યોજવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, કૃષિ વિભાગ, રોજગાર વિભાગ જેવા વિભાગો સાથે સંકલન સાધીને આ કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવશે. જોકે, આ માટે જે તે શહેર-જિલ્લાઓની શાળાએ પણ તમામ તૈયારીઓ કરી લીધી છે. જેમાં આજના વ્યવસાયલક્ષી શિક્ષણ અને જુદા જુદા કોર્ષમાં એડમિશનથી લઈને કારર્કિદી સુધીની તમામ વિગત આપવામાં આવશે. આ ઉપરાંત જે તે સરકારી કૉલેજની પણ જાણકારી અપાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.