ETV Bharat / city

PSI અને LRDની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશેઃ ગૃહ રાજ્યપ્રધાન - કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના જન્મદિવસ પ્રસંગે કાર્યક્રમ

રાજ્યમાં નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) સરકારમાં અનેક વિભાગોમાં સરકારી નોકરીની જાહેરાતો બહાર પાડવામાં આવી છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગે (Home Department) પણ 27 હજાર ભરતીઓની જાહેરાત કરી હતી. ત્યારે આ જાહેરાતના સંદર્ભે રાજ્ય સરકારે એક નવો નિર્ણય કર્યો છે, જેમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોક રક્ષક સંવર્ગની (LRD) સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે.

PSI અને LRDની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશેઃ ગૃહ રાજ્યપ્રધાન

author img

By

Published : Oct 23, 2021, 10:08 AM IST

  • PSI અને LRDની ભરતી માટે રાજ્ય સરકારનો નવો નિર્ણય
  • શારીરિક કસોટીમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે
  • ગૃહ વિભાગ દ્વારા 27,000 જેટલી ભરતી કરાઈ છે જાહેર

ગાંધીનગર: રાજ્યમાં પોલીસ કર્મચારી બનવા માગતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, હાલમાં જ રાજ્ય સરકારે એક નવો નિર્ણય કર્યો છે, જેમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોક રક્ષક સંવર્ગની (LRD) સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નવનિયુક્ત ભૂપેન્દ્ર પટેલની સરકારમાં અનેક વિભાગોમાં સરકારી નોકરીની જાહેરાતો બહાર પાડવામાં આવી છે ત્યારે રાજ્યના ગૃહ વિભાગે પણ 27 હજાર ભરતીઓની જાહેર કરી હતી.

આ પણ વાંચો- Modi completes 20 years in power: શિક્ષણવિભાગના કર્મચારીઓ 25 ઓક્ટોબરે દિવસે Khadi ખરીદી કરશે ઉજવણી

પરીક્ષાના નિયમોમાં જરૂરી સુધારા અંગે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે

રાજ્ય સરકારના નવા નિર્ણય અનુસાર, પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક સંવર્ગની (LRD) સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થનારા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઇ શકશે. ત્યારે આ વર્ગોની પરીક્ષામાં વધુમાં વધુ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહેશે, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) માર્ગદર્શન હેઠળ પરીક્ષાના નિયમોમાં પણ જરૂરી સુધારા કરવા અંગે રાજ્ય સરકારે નવો નિર્ણય કર્યો છે. તો આ ઉમેદવારો માટે પણ આ પરીક્ષા વધુ કડક બની રહેશે. કારણ કે, વધુ ઉમેદવાર હોવાના કારણે પરીક્ષા અઘરી રહેશે.

આ પણ વાંચો- 'રાષ્ટ્રીય ગતિ-શક્તિ પ્રોજેક્ટ' હેઠળ દેશના બંદરો ઉપર માળખાગત સુવિધાઓ વિકસાવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ : સર્વાનંદ સોનોવાલ

કઈ જોગવાઈ રદ કરાઈ?

રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે વાત કરીએ તો સબ ઈન્સ્પેક્ટર સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો પૈકી 15 ણા મેરીટોરિયસ ઉમેદવાર તો અથવા તો પાસ થયેલા તમામ ઉમેદવારો પૈકી જે ઈચ્છા હોય તે અને તે મુજબ લોકરક્ષક સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો પૈકી આ 8 ગણા મેરિટ ઉમેદવારો અથવા તો પાસ થયેલા તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે ઉમેદવારોને તે પછીના તબક્કાની લેખિત પરીક્ષામાં ભાગ લેવાની જોગવાઈ રદ કરવામાં આવી છે. જ્યારે આ બાબતે રાજ્યમાંથી મોટા પ્રમાણમાં ઉમેદવારો તરફથી સરકારમાં અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી હતી.

શુક્રવારે એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યપ્રધાને આપ્યું નિવેદન

ગઈકાલે (શુક્રવારે) કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના જન્મદિવસની ઉજવણી દરમિયાન એક કર્યક્રમમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે નિવેદન આપ્યું હતું કે, સરકારી ભરતી માટે રાજ્ય સરકારને અનેક સૂચનો મળી રહ્યા છે ત્યારે આવા સૂચનોને ધ્યાનમાં લઈને અને સમીક્ષા કર્યા બાદ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આમ, પોલીસ સબઈન્સ્પેક્ટર (PSI) અને લોક રક્ષક દળ (LRD)ની પરીક્ષામાં પણ રાજ્યમાંથી મળેલ સૂચના અને ધ્યાનમાં લઈને જ નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.