દેશના પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ છેલ્લા બે દિવસથી દિલ્હીની AIIMS હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા. પરંતુ, તેઓને ગઈકાલે હાર્ટ એટેક આવતા તેમનું દુઃખદ અવસાન થયું હતું. જે સમાચાર આવતાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા મોડી રાત્રે 12 કલાકે રાજ્ય સરકાર દ્વારા આયોજિત "સંકલ્પ સે સિદ્ધિ કી ઓર અંગ્રેસર" કાર્યક્રમને મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં 10 હજાર જેટલા મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા નિર્ણાયક નેતૃત્વના 3 વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના, સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના, (સૂર્ય-ગુજરાત), મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકિકરણ યોજના, પ્રાઇવેટ સ્લમ ડેવલપમેન્ટ માટે પીપીપી પોલીસી અને નમો ઇ-ટેબલેટનું વિતરણ સહિતની વિવિધ જનહિતલક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમોનો પણ શુભારંભ કરવાનું આયોજન હતું.