ગાંધીનગર : આજે મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક(Cabinet meeting 2022) યોજવામાં આવી હતી, તે બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં કયા પ્રકારની ચર્ચાઓ થઇ છે તે અંગેની જાણકારી આપતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જે પ્રકારે કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, જેને ધ્યાને રાખીને સરકાર દ્વારા જે SOP જાહેર કરવામાં(Corona's guideline) આવી છે તેનુ પાલન કરવા જણાવ્યું હતું.
26મી જાન્યુઆરીનો કાર્યક્રમ પણ સાદગીપૂર્વક યોજાશે
રાજ્ય જે પ્રમાણે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સરકાર દ્વારા 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ પણ સાદગીપૂર્વક યોજવાનું આયોજન કર્યું છે. આ બાબતે રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી ગણતરીના વ્યક્તિઓની હાજરીમાં જ કરવામાં આવશે.
ડોકટર હડતાલ બાબતે કમિટી બનાવાઈ
રાજ્યમાં ડોક્ટરો દ્વારા હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, આ બાબતે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઇ હતી. જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરની ચીમકી બાબતે રાજ્ય સરકાર દ્વારા એક કમિટી તૈયાર કરવામાં આવી છે, જેમાં તમામ માગ પર ચર્ચા કરવામાં આવી છે જ્યારે રાજ્ય સરકારે આ તમામ માંગને સ્વીકારી પણ લીધી છે અને બે દિવસની અંદર જ રાજ્યના આરોગ્ય પ્રધાનના તમામ એસોસિયેશન સાથે બેઠક કરીને કઈ રીતે સમાધાન થયું છે તે અંગેની જાહેરાત કરશે.
આ પણ વાંચો : Gujarat Cabinet Meeting : આજે કેબિનેટ બેઠક, સંક્રમણ અને નવી ગાઈડલાઇન્સ બાબતે થશે નિર્ણય
આ પણ વાંચો : Cabinet Meeting Gujarat : CM ભુપેન્દ્ર પટેલ પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટમાં વ્યસ્ત, અંતિમ સમયે કેબિનેટ બેઠક રદ