ગાંધીનગરઃ મહાત્મા મંદિરની પાછળ ફાઇવટાર હોટલ બની રહી છે જેને દુનિયામાં નામના મળવાની છે. ત્યારે તેની આગળના ભાગમાં મોટા પ્રમાણમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર ઉભો થયેલો હતો. ગેરકાયદેસર જગ્યામાં લોકો દ્વારા કાચા મકાનો બાંધી દેવામાં આવ્યાં હતાં. 300 જેટલા લોકોએ સરકારી જમીન ઉપર ઝૂંપડાં બાંધી વસવાટ કર્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી જ ગાંધીનગરના વહીવટીતંત્ર દ્વારા ઝૂંપડપટ્ટી દૂર કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો.
મહાત્મા મંદિરના ઝૂંપડાઓ ઉપર તંત્રનું બુલડોઝર ફર્યું, ગેરકાયદેસર જગ્યામાં ટોરેન્ટ પાવરે મીટર કેવી રીતે ફાળવ્યાં?
ગાંધીનગરના રેલવે સ્ટેશન ઉપર પ્રથમ ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવી રહી છે. ત્યારે મહાત્મા મંદિરની આજુબાજુ 300 ઝૂંપડા વિકસિત થઇ ગયાં હતાં. હાઇકોર્ટ દ્વારા આ દબાણ દૂર કરવાનો આદેશ આપ્યાં બાદ આજે ગાંધીનગરનું તંત્ર ત્રાટકયું હતું અને તમામ ઝૂંપડા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. પરંતુ ગેરકાયદેસર બંધાયેલા ઝૂંપડપટ્ટી વિસ્તારના તમામ મકાનમાં ટોરેન્ટ પાવરના મીટર લાગેલાં હતાં. ત્યારે આ મીટર કેવી રીતે આપવામાં આવ્યાં તે એક મહત્વની બાબત છે, જેના ઉપર અનેક સવાલો થઈ રહ્યાં છે.