ગાંધીનગર: 21 એપ્રિલના રોજ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ગુજરાતની મુલાકાતે (Boris Johnson Gujarat Visit) આવી રહ્યા છે. બ્રિટનના વડાપ્રધાન (Britain PM Gujarat Visit)નો 21થી 24 એપ્રિલ દરમિયાનનો ગુજરાત પ્રવાસ નક્કી કરવામાં આવ્યો છે. બોરિસ જોન્સન પોતાના આ ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદના ગાંધી આશ્રમ (Gandhi Ashram Ahmedabad)ની મુલાકાત લેશે.
અમદાવાદ અને બરોડાની મુલાકાત- સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન 21 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ (Boris Johnson In Ahmedabad) તથા બરોડાની મુલાકાત લેશે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન બરોડા (Boris Johnson In Vadodara) ખાતે આવેલા બ્રિટિશ કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ ઉત્પાદક જેસીબીની નવી મેન્યુફેક્ચરિંગ (jcb manufacturing plant in vadodara) ACDTની મુલાકાત લેશે. સાથે જ અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે મુલાકાત લઈને બોરિસ જોન્સન ચરખા પર પોતાનો હાથ પણ અજમાવશે.
આ પણ વાંચો: Britain PM Gujarat Visit: બોરિસ જોનસન 21 એપ્રિલે આવશે અમદાવાદ, ગુજરાત આવનારા બ્રિટનના પહેલા PM
21 એપ્રિલનો કાર્યક્રમ- મળતી માહિતી પ્રમાણે, બ્રિટનના વડાપ્રધાન 21 એપ્રિલના સવારે 8 કલાકની આસપાસ અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સીધા દેશના દિગ્ગજ બિઝનેસ ટાયકૂન અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Boris Johnson Meet Gautam Adani In Ahmedabad) સાથે મુલાકાત કરીને બપોરનું ભોજન અદાણી શાંતીગ્રામ ખાતે કરશે. બપોરે 2 કલાકની આસપાસ ગિફ્ટ સિટી ખાતે છે અને સાંજે 4 કલાકની આસપાસ બ્રિટનના વડાપ્રધાન ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર (akshardham temple gandhinagar)ની પણ મુલાકાત કરશે.
આ પણ વાંચો: PM Boris Johnson Gujarat Visit : UKના PM બોરિસ જોન્સન 21 એપ્રિલે આવશે અમદાવાદ, મોદી સાથે કરશે 'ગહન ચર્ચા'
અગાઉ 2 વખત પ્રવાસ થયો હતો રદ- બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સના ભારત પ્રવાસ અંગે અગાઉ પણ 2 વખત સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. કોરોના સંક્રમણના કારણે અગાઉ 2 વખત પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. હવે ત્રીજી વખત આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.