ETV Bharat / city

Boris Johnson Gujarat Visit : યુકેની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ સાથે આપણી આ યુનિવર્સિટી કરશે મોટું કામ - Education Minister Jitu Waghani

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને ગાંધીનગરની ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની મુલાકાત (Boris Johnson Gujarat Visit) કરી હતી. આ યુનિવર્સટી અને યુકેની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી સાથે મળીને કઇ રીતે કામ કરશે તે વિશે વધુ જાણો.

Boris Johnson Gujarat Visit : યુકેની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ સાથે આપણી આ યુનિવર્સિટી સાથે મળી કામ કરશે

author img

By

Published : Apr 21, 2022, 9:19 PM IST

ગાંધીનગર : યુકેના વડાપ્રધાન બોરિસ જ્હોનસનના બે દિવસ ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી (Boris Johnson Gujarat Visit) કરવામાં આવી હતી. જેમાં આજે ગિફ્ટ સિટીમાં આવેલી દેશની પ્રથમ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની (Gujarat Biotechnology University) તેમણે મુલાકાત કરી હતી. બોરિસ જ્હોનસનની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ,શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતાં.

. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ સાથે કોલોબોરેશન કરી રિસર્ચ પ્રોફાઇલને મજબૂત બનાવાશે

શાંતિની પાઘ પહેરાવાઇ - અહીં જ મણિનગર સ્વામિનારાયણ મંદિરના મહંતે શાંતિની પાઘ તરીકે ઓળખાતી સફેદ પાઘડી પહેરાવીને બ્રિટિશ પીએમનું સ્વાગત કર્યું હતું. સાથે સાથે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થા દ્વારા શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ અને વિશ્વ વિખ્યાત ગુજરાતી ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

શાંતિની પાઘ તરીકે ઓળખાતી સફેદ પાઘડી પહેરાવીને બ્રિટિશ પીએમનું સ્વાગત

બાયોટેક્નોલોજી યુનિવર્સિટી સંશોધન ક્ષેત્રે મોટું હબ બનશે - ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે યુકેના વડાપ્રધાન પોતાના પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરવી એ આપણા માટે ગૌરવની વાત છે. બાયોટેક્નોલોજી યુનિવર્સિટીમાં વર્લ્ડ કલાસ સુવિધા ઉભી કરવામાં આવશે અને આગામી સમયમાં આ યુનિવર્સિટી સંશોધન ક્ષેત્રે મોટું હબ બનશે.

યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ સાથે મળીને કામ કરવામાં આવશે - વધુમાં જણાવ્યુ હતુ કે વિશ્વની નામાંકિત યુનિવર્સિટીમાં જેની ગણના થાય છે તેવી યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ (University of Edinburgh) સાથે મળીને બાયોટેક્નોલોજી યુનિવર્સિટીનું કામ કરવામાં આવશે. આ યુનિવર્સિટીમાં એનિમલ,એન્વારમેન્ટ, મેડિકલ,ઈન્ડસ્ટ્રીયલ,પ્લાન્ટ બાયોટેક્નોલોજી જેવી સંશોધન સેવા ઉભી કરવામાં આવશે. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ સાથે કોલોબોરેશન કરી રિસર્ચ પ્રોફાઇલને મજબૂત કરી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ રાજ્યમાં લાવવામાં આવશે. સાથે જ એક ઇન્ટરનેશનલ કક્ષાના સ્ટાન્ડર્ડ રાજ્યમાં ઉપલબ્ધ થશે જે રાજ્યના યુવા વૈજ્ઞાનિકોને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરશે.

બ્રિટિશ પીએમનું સ્વાગત
બ્રિટિશ પીએમનું સ્વાગત

આ પણ વાંચોઃ Boris Johnson Gujarat Visit :અદાણી અને બોરિસ જોહ્નસન વચ્ચે યોજાઈ બેઠક, જાણો કયા કયા ક્ષેત્રે રોકાણ મુદ્દે કરાઇ ચર્ચા

સંશોધકોને એક વિશ્વસ્તરનું પ્લેટફોર્મ આપશે -વાઘાણીએ ઉમેર્યું કે બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં મોંઘા સાધનો અને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા પુષ્કળ મૂડી રોકાણની જરૂરિયાત હોય છે ત્યારે ગુજરાત બાયો ટેકનોલોજી યુનિવર્સિટી પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે વિદ્યાર્થીઓને શરૂઆતથીજ વિશ્વકક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરુ પાડશે. આ સુવિધાઓ એવા સંશોધકોને એક વિશ્વસ્તરનું પ્લેટફોર્મ આપશે. આ યુનિવર્સિટી ખાતે આગામી સમયમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ ટેકનિકલ ટેસ્ટિંગ ફેસિલિટિ,કન્ટેઇન્ટમેન્ટ ગ્રીનહાઉસ અને રિસર્ચ બિલ્ડીંગ માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

પૂરતાં નાણા ફાળવવામાં આવશે - જીબીયુ ખાતે બાયોટેકનોલોજીની એનીમલ, મેડિકલ એન્વાયરનમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ અને પ્લાન્ટ બાયોટેકનોલોજી જેવી વિવિધ શાખાઓ ઉપલબ્ધ છે. જીબીયુના વધુ વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતાં નાણા ફાળવીને આ યુનિવર્સિટી વધુને વધુ નામના પ્રાપ્ત કરી ભવિષ્યમાં સંશોધનો માટે વૈશ્વિક રીતે ગુજરાતનું નામ રોશન કરે તેવા પ્રયાસો રાજ્ય સરકાર હાથ ધરશે.

આ પણ વાંચોઃ Boris Johnson Gujarat Visit: ગાંધી આશ્રમે બોરિસ જોન્સનને 'ગાઈડ ટુ લંડન' પુસ્તક ભેટમાં આપી

ઉચ્ચ શિક્ષણની યોજના માટે 'જીવંત પ્રયોગશાળા' કહી - તેમણે ઉમેર્યુ કે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની ઉચ્ચ શિક્ષણની યોજના માટે 'જીવંત પ્રયોગશાળા' હશે. આ મોડેલ સમગ્ર ભારતમાં આદર્શ મોડેલ હશે. જીબીયુથી ઉચ્ચ શિક્ષણમાં યુકે અને ભારત વચ્ચે ઊંડા અને અર્થપૂર્ણ ભાગીદારી માટે અગ્રતા સ્થાપિત થશે. યુકેના વડાપ્રધાનની જીબીયુની મુલાકાત સમગ્ર ભારત અને યુકેમાં શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટેની નોંધપાત્ર તકને પ્રકાશિત કરશે. ઉપરાંત, ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી જીવનપર્યંત વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતના વિકાસને આગળ ધપાવતા એન્જિનનો એક ભાગ બનશે. જે ઉદ્યોગ માટે તૈયાર પ્રતિભા, એક નવીન ઇકોસિસ્ટમ અને રિસર્ચ ક્ષેત્રે મૈત્રીપૂર્ણ સંસ્થાકીય ભાગીદારી પ્રદાન કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.