- દીકરીઓ માટે આશા હતી કે કોંગ્રેસના ધારાસભ્યો સમર્થન કરશે
- કોંગ્રેસ માટે પ્રેમની વ્યાખ્યા જ અલગ છે
- ઇમરાન ખેડાવાલાએ વિરોધ કરતા બિલની કોપી ફાડી
ગાંધીનગર: વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીએ એકબીજા પર પ્રહારો કર્યા હતા. જેમાં ભાજપના ધારાસભ્યોએ બિલનું સમર્થન કરવામાં આવ્યું હતું તો કોંગ્રેસના ધારાસભ્યોએ બિલનો વિરોધ ઉઠાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ઇમરાન ખેડાવાલાએ વિરોધ કરતા બિલની કોપી પણ ફાડી હતી.
આ પણ વાંચો: VHP નેતા સાધ્વી પ્રાચીએ કહ્યું કે "બોલીવુડના કારણે લવ જેહાદ વધ્યો"
હર્ષ સંઘવીએ લવ જેહાદ બાબતે આપ્યું નિવેદન
ભાજપના ધારાસભ્યો હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે, આ કાયદો પોતાનું નામ બદલાવી, પોતાનો ધર્મ છુપાવી અન્ય ધર્મની યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ લગ્ન કરે છે. લગ્ન કર્યા બાદ દીકરીના પરિવાર પાસેથી મોટી રકમની માગણી કરવામાં આવે છે. ત્યારબાદ દીકરીને તરછોડી દેવામાં આવે છે. આવી ઘટનાઓ પર લગામ લગાવવા માટે ભાજપની સરકાર કાયદો લાવી રહી છે.
આ પણ વાંચો: લવ જેહાદ કેસમાં નડિયાદ પોલીસ દ્વારા બેની અટકાયત, વકીલ પણ સામેલ