ETV Bharat / city

ભાજપ ભ્રષ્ટાચારીની પાર્ટી છે: કલેકટર અને જગદીશ ઠાકોર વચ્ચે થઈ તું તું મેં મેં

રાજકોટમાં પોલીસ કમિશ્નરની જે હપ્તા ઉઘરાણીની ફરિયાદ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કરી છે, તે બાબતે જગદીશ ઠાકોરે સરકાર પર પ્રહાર (Jagdish Thakore attacks government) કરતા આક્ષેપ કર્યો હતો કે, ભાજપ ભ્રષ્ટાચારીની પાર્ટી છે.

ભાજપ ભ્રષ્ટાચારીની પાર્ટી છે: કલેકટર અને જગદીશ ઠાકોર વચ્ચે થઈ તું તું મેં મેં
ભાજપ ભ્રષ્ટાચારીની પાર્ટી છે: કલેકટર અને જગદીશ ઠાકોર વચ્ચે થઈ તું તું મેં મેં
author img

By

Published : Feb 7, 2022, 4:55 PM IST

ગાંધીનગર: સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, રાજકોટમાં પોલીસ કમિશ્નરની જે હપ્તા ઉઘરાણીની ફરિયાદ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કરી છે, તે બાબતે જગદીશ ઠાકોરે સરકાર પર પ્રહાર (Jagdish Thakore attacks government) કરતા આક્ષેપ કર્યો હતો કે, ભાજપ ભ્રષ્ટાચારીની પાર્ટી છે, સાથે જ જો કોઈની હત્યામાં 24 કલાકમાં ગુનેગાર પકડાઈ જાય છે, તો આ ઉઘરાણીની તપાસ 24 કલાકમાં કેમ નથી થતી? તેવા પણ પ્રશ્ન કર્યા હતા.

ભાજપ ભ્રષ્ટાચારીની પાર્ટી છે: કલેકટર અને જગદીશ ઠાકોર વચ્ચે થઈ તું તું મેં મેં

કલેકટર અને જગદીશ ઠાકોર વચ્ચે થઈ તું તું મેં મેં

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ (Gandhinagar district congress) કલેકટર કચેરી ખાતે પગપાળા આવીને આવેદનપત્ર આપવાનું હતું ત્યારે ગાંધીનગર કલેકટર કુલદીપ આર્યાએ જલ્દી કરો તેવી સૂચના આપતા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કલેકટરને પ્રશ્ન કર્યો હતો કે, શું તમે પણ રાજકોટવાળી કરવાના છો ? આવું કહેતા જ જિલ્લા કલેકટર ગુસ્સે થયા હતા, જ્યારે આ નિવેદન પર જિલ્લા કલેકટર (Gandhinagar district collector) કુલદીપ આર્યા અને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર આમને-સામને આવી ગયા હતા.

આ પણ વાંચો: ભાજપ સરકાર મૃતકોના પરિવાર સાથે અન્યાય કરી રહી છે: કોંગ્રેસની ન્યાય યાત્રા

કલેકટર ઓફિસે અમે ભાજપ ઓફીસના બોર્ડ મારીશું

કલેકટર સાથે થયેલ તું તું મેં મેં બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કલેક્ટર બે ધારાસભ્યો અને પ્રદેશ અધ્યક્ષો મળવા પહોંચ્યા હોવા છતાં પણ સમય ફાળવ્યો ન હતો, ત્યારે કલેકટર ઓફિસને અમે ભાજપ ઓફિસ (Gandhinagar bjp office)ના બોર્ડ મારીશું, સાથે જ કલેકટર ઓફિસમાં લેવાતા ભાવપત્ર પણ રજુ કરીશું.

4 લાખની સહાય આપો

જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, સરકારી નોકરી દરમિયાન જે કર્મચારી મૃત્યુ પામ્યા હોય તેના પરિવારને રાહત દરે સરકારી નોકરી મળે, સરકારની બેદરકારીથી 3 લાખ લોકો મરી ગયા છે, એનો જવાબ આપે અને મોટા બીલ ભરવા છતાં પણ લોકો નથી બચી શક્યા તો જે પરિવારોએ મોટા બિલ ભર્યા છે એમને પણ જવાબ આપે.

આ પણ વાંચો: Garib Kalyan Melo 2022: કોરોનાના કેસોમાં ઘટાડો થતા આખરે રાજ્યમાં ગરીબો માટો આ આયોજન થશે

તમે તમારા ઘરવાળાને બચાવી શકતા નથી તો ગુજરાતની રક્ષા શુ કરશો

રવિવારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા થઈ છે, ત્યારે આ ઘટનાને પણ સાથે લઈને જગદીશ ઠાકોરે આક્ષેપ કર્યા હતા કે, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી તેમના ઘરવાળાને જ બચાવી શકતા નથી. તો ગુજરાતની પ્રજાની સુરક્ષા કેવી રીતે કરશે ? જેથી હર્ષ સંઘવીએ ગૃહ પ્રધાન તરીકે રાજીનામું આપી દેવું જોઇએ, તેવી પણ માંગ જગદીશ ઠાકોરે કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.