- ડાંગ વિધાનસભાના ધારાસભ્ય વિજય પટેલ સાથે ખાસ વાતચીત
- ડાંગ વિસ્તારમાં નેટવર્ક પ્રોબ્લમ મોટી સમસ્યા
- ડેરી ડેવલપમેન્ટને વધારે પ્રાધાન્ય આપવામાં આવશે
ગાંધીનગર : ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલ નો 60 હજાર મતથી વિજય થયો છે ત્યારે ETV ભારત સાથે વિજય પટેલ ખાસ વાતચીત કરી હતી અને ડાંગ વિધાનસભા વિસ્તારમાં વધુ વિકાસ વેગવંતો બને તે માટેનું ખાસ આયોજન ખુદ વિજય પટેલે તૈયાર કર્યું છે જેમાં તેઓ આગામી સમયમાં નેટવર્કર કનેકટીવિટી અને ડેરી ડેવલપમેન્ટ ને વધારે પ્રાધાન્ય આપવામાં આવશે..
વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની ETV BHARAT સાથે ખાસ વાતચીત
ડાંગ વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક ઓછુંડાંગ વિધાનસભાના ધારાસભ્ય વિજય પટેલ ટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણીના પ્રચાર દરમિયાન ડાંગના ગ્રામ્ય વિસ્તારોમાં જવું પડતું હતું જ્યાં નેટવર્ક કનેક્ટિવિટીની ખૂબ જ મોટી સમસ્યા છે. આ સમસ્યાને પ્રથમ તબક્કામાં સોલ્વ કરવામાં આવશે. નેટવર્ક કનેક્ટિવિટી વધારવામાં આવશે. આ બાબતે પણ રાજ્ય સરકારને જાણ કરવામાં આવશે જેથી વધુમાં વધુ નેટવર્ક કનેક્ટિવિટી રહે. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓમાં પણ સુધારો વધારો કરવામાં આવશે.
જળ સંચયના કામો અને ડેરી ડેવલોપમેન્ટને વધારવામાં આવશે
ડાંગ વિસ્તારમાં વધુમાં વધુ જળસંચયના કામો થાય અને લોકોને રોજગારી પ્રાપ્ત થાય તેને ધ્યાનમાં લઈને પણ જળસંચયના કામો પર વધારેમાં વધારે ફોકસ કરવામાં આવશે. આ સાથે જ ડાંગના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ડેરીના કામકાજ એક સફળતા તરફ જઇ રહ્યું છે ત્યારે ડેરી ડેવલપમેન્ટ અને પણ ડાંગર વિધાનસભા વિસ્તારમાં આગળ કેવી રીતે વધારવું તે અંગેની પણ આયોજન સાથે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે.
વિજય પટેલની 60,000 મતથી થઈ છે જીત
વિધાનસભાની પેટાચૂંટણીમાં 3 નવેમ્બરના રોજ મતદાનના દિવસે સવારથી જ ડાંગ વિધાનસભામાં નિરસ મતદાન થઈ રહ્યું હતું. પરંતુ બપોર બાદ મતદાન કરવા લોકો ઉમટી પડ્યા હતા. ભાજપના ઉમેદવાર વિજય પટેલ ૬૦ હજાર મતોથી ભારે જીત મેળવી હતી.