ગાંધીનગર: આજે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં (Bin Sachivalaya Clerk Exam 2022) 10 લાખ 45 હજાર ઉમેદવારોમાંથી 4 લાખ 1 હજાર 423 ઉમેદવારો પરીક્ષા આપી હતી. દરેક સેન્ટર પરથી પોઝિટિવ રિસ્પોન્સ સામે આવતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
આજે રાત સુધીમાં તમામ OMR ગાંધીનગર પહોંચશે : ગૌણ સેવા પસંદગી મંડળની અધ્યક્ષ એ.કે.રાકેશ જણાવ્યું હતું કે, આજે લેવાયેલ બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા શાંતિપૂર્ણ રીતે પૂરી થતાં રાહતનો શ્વાસ લીધો છે. આજે મોડી રાત સુધીમાં તમામ સેન્ટરોમાંથી OMR સીટ ગાંધીનગર ખાતે પહોંચાડવામાં આવશે. જે સેન્ટર દૂર છે તેમની OMR સીટ લગભગ વહેલી સવારે 2-3 વાગ્યા સુધીમાં આવશે. કાલ સવારે પહેલા બધી OMR સીટ સ્કેન કરી અપલોડ કરી ઓનલાઇન મૂકી દેવામાં આવશે.
વિડિયોગ્રાફિ અને ફૂલ સિક્યુરિટી સાથે રાખવામાં આવ્યા હતા પેપર : અગાઉ લેવાયેલ પરીક્ષામાં પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી સીધા જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં મોકલવામાં આવતા હતા. આ વખતે પ્રિન્ટિંગ પ્રેસમાંથી સીધા ગાંધીનગર ખાતે આવેલ સ્ટ્રોંગ રૂમ અને ત્યાંથી જે તે જિલ્લના સ્ટ્રોંગ રૂમ ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમાં વિડિયોગ્રાફી અને ફૂલ સિક્યુરિટી જ્યાં સુધી પેપર ક્લાસમાં ન પહોંચે ત્યાં સુધી રાખવામાં આવી હતી.
ઉમેદવારોનું કરવામાં આવ્યું ખાસ ચેકીંગ : આ વખતે પરિક્ષમાં કોઈપણ પ્રકારની ગેરનિતી ન થાય તે માટે ઉમેદવારો 100 ટકા ચેકીંગ કરવામાં આવ્યું હતું. મહિલા ઉમેદવારો માટે અલગ રૂમ રાખવામાં આવ્યો હતો. જ્યાં મહિલા અધિકારી દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી બાજુ અમુક સેન્ટરો પર ઉમેદવારના બુટ ચંપલ પણ બહાર કાઢવામાં આવ્યા હતા.
જિલ્લા અધ્યક્ષ તરીકે કલેકટરને નિમણુક કરાઈ હતી : પહેલાની લેવાયેલ પરીક્ષામાં RAC NI અધ્યક્ષતાની કમિટી હેઠલ લેવામાં આવતી હતી, પરંતુ આ વખતે અધ્યક્ષ પદે જિલ્લા કલેકટરની નિમણુક કરવામાં આવી હતી.ખાસ કરીને સંવેદનશીલ જિલ્લામાં ગાંધીનગરથી અધિકારી મોકલવામાં આવ્યા હતા.
બે ગેરનીતીના કેસ આવ્યા હતા સામે : દ્વારકા અને સાબરકાંઠા જિલ્લામાંથી પરીક્ષા શરૂ થાય તે પહેલા ગેરનીતિના કુલ 2 કેસ સામે આવ્યા હતા. જેમાં સ્માર્ટ વોચ અને બ્લુટુથ ચેકીંગ દરમિયાન જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પેપર સતત મોનેટરીંગ કરવા માટે પેપર ટ્રેકિંગ એપ્લિકેશન બનાવમાં આવી હતી. જે પેપરનું લોકેશન દર્શાવી હતી.
આ પણ વાંચો: Examination of Head Clerk 2022 : હેડ કલાર્ક પરીક્ષાના નિયમો વિશે ચેરમેન એ. કે. રાકેશ શું કહી રહ્યાં છે જૂઓ
1.50 લાખ ઉમેદવારોના જિલ્લા બદલાયા : ગૌણ સેવા પસંદગી મંડળ આ વખતે કોઈપણ પ્રકારની કચાસ રાખવા માગતા નહોતું. જેના કારણે રાજ્યના 7 સંવેદનશીલ જિલ્લા ઉમેદવારોના જિલ્લા બદલી કરવામાં આવ્યા હતા.જેના કારણે ઉમેદવારોની સંખ્યા ઓછી હોય તેમ જોવા મળી રહ્યું છે.