ગાંધીનગર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કનું પેપર લીક મામલે (GSSSB Head Clerk Paper Leak 2021) આમ આદમી પાર્ટીના ગુજરાત એકમે ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઉત્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં મચેલી ધમાલ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત કાર્યકરોની ધરપકડ કરાઇ હતી. જે અંતર્ગત આજે 28 મહિલાઓને ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા જામીન પર (Bail Granted To AAP Women Protesters ) મુક્ત કરવામાં આવ્યાં છે.જ્યારે બાકીના 62 કાર્યકર માટે જામીન અરજી (Bail application in Gandhinagar court 2021)કરાઈ છે.
28 મહિલાઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા : ઉર્વશી મિશ્રા
આમ આદમી પાર્ટીના એડવોકેટ ઉર્વશી મિશ્રાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 28 મહિલાઓની જામીન અરજી કરવામાં આવી હતી. સેશન કોર્ટ દ્વારા તમામ મહિલાઓને શરતી જામીન પર મુક્ત (Bail Granted To AAP Women Protesters ) કરવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેલા 62 જેટલા કાર્યકરોની જામીન અરજી (Bail application in Gandhinagar court 2021) આજે સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ બાબતે ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા ટૂંક જ સમયમાં તેની સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ FIR Against Isudan Gadhvi: આપના નેતાઓ માદક દ્રવ્યોનું સેવન કરી આવ્યા અને મહિલાઓ સાથે ગેરવર્તણૂકના આક્ષેપ
ઈશુદાન ગઢવીનો લીકર રિપોર્ટ નેગેટિવ
આમ આદમી પાર્ટીના એડવોકેટે જણાવ્યું હતું કે ભાજપના મહિલા પ્રવક્તા ડોક્ટર શ્રદ્ધા રાજપૂતે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી દારૂ પીને (Ishudan Gadhvi Accused of Drinking Alcohol) છેડતી કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા તેમના બ્લડ સેમ્પલ લઇને દારૂનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ પણ હવે નેગેટિવ આવ્યો છે. જ્યારે ઉર્વશી મિશ્રાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે ત્યારે ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે તેવા પ્રશ્નો પણ સરકારને કર્યાં હતાં.
શું હતો સમગ્ર મામલો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર (GSSSB Head Clerk Paper Leak 2021) સોશિયલ મીડિયામાં પરીક્ષા યોજાય તે પહેલા જ બે દિવસ પહેલા લીક કરવામાં આવ્યું હતું. તે જ બાબતે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ બાબતના ખુલાસા અને પુરાવા સાથેની જાહેરાત કરી હતી. જે બાબતે પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ કરીને શરૂઆતમાં 6 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા પરીક્ષા રદ થાય અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને પદેથી દૂર કરવામાં આવે તેવી માગ સાથે આમ આદમી પાર્ટીએ ગુજરાત ભાજપ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કાર્યાલયની અંદર જઈને વિરોધ પ્રદર્શન કરતા ભાજપ પ્રવક્તા દ્વારા આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો ઉપર છેડતી અને ખાનગી પ્રોપર્ટીમાં પ્રવેશ અને અન્ય બાબતોની કલમો હેઠળ પોલીસ કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં મહિલાઓને જામીન (Bail Granted To AAP Women Protesters ) મળ્યાં છે.