ગાંધીનગર- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrut Mahotsav )અંતર્ગત મંગળવારે 12 એપ્રિલે સવારે 06.30 કલાકે ગાંધીનગર નજીકના સરઢવ ગામે પ્રભાત ફેરીમાં (CM in Sardhav Prabhatferi ) સહભાગી થશે.
આઝાદીના અમૃત મહોત્સવમાં PMનું હતું સૂચન -વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી (Prime Minister Narendra Modi's suggestio)ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrut Mahotsav )અન્વયે ‘‘ગામમાં ઉજવીએ વિકાસ ઉત્સવ’’ની સંકલ્પના સાથે સરઢવમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં (CM Bhupendra Patel at Sardhav in Gandhinagar ) બહુવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન સરઢવ ગામની પ્રભાત ફેરીમાં (CM in Sardhav Prabhatferi )જોડાઇને આત્મનિર્ભર ભારતની આઝાદીનું ગૌરવ ગાન કરવા સાથે સ્વાતંત્ર્ય વીરોના સપનાના રાષ્ટ્રના નિર્માણની જનચેતના ગ્રામજનોમાં ઉજાગર કરશે.
આ પણ વાંચોઃ CM In Ramkatha at Morbi : બેલા ખોખરા હરિહર ધામની શ્રી રામકથામાં સીએમે હનુમાનજી વિશે શું કહ્યું જાણો
વૃક્ષારોપણ અને પશુ રસીકરણનો પ્રારંભ કરાવશે - સરઢવની માધ્યમિક શાળાની સ્થાપનાના (Establishment of Sardhav Secondary School )80માં વર્ષની ઉજવણીમાં મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેશે. ગામમાં પ્રતીકરૂપે વૃક્ષારોપણ કરશે અને સરઢવ પશુ દવાખાના ખાતે નેશનલ એનિમલ કંટ્રોલ ડિસીઝ પ્રોગ્રામ (National Animal Control Disease Program)અન્વયે પશુ રસીકરણ કેમ્પનો (Animal Vaccination Camp in Sardhav)પણ પ્રારંભ કરાવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સરઢવમાં જે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેની સફળતા વર્ણવશે.
આ પણ વાંચોઃ CM Bhupendra Patel Vadodara Visit: CMની ઓચિંતી મુલાકાતથી તંત્ર ઊંઘતું ઝડપાયું, મેયર-કમિશ્નર દોડતા થયાં