ETV Bharat / city

Aviation Gujarat : રાજ્યના 6 યાત્રાધામોમાં હેલિકોપ્ટર સેવા શરૂ થશે, 24 કલાક સેવાનું આયોજન - જૂનાગઢમાં ગિરનાર રોપ વેની સર્વિસ

રાજ્ય સરકારે યાત્રાધામો અને સાપુતારા જેવા હિલ સ્ટેશન પર હેલિપેડ ( Helicopter service ) તૈયાર કરવાની કામગીરીનું પેપર વર્ક પૂર્ણ કર્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા જમીનની ફાળવણી અને જમીન પણ નક્કી કરી લેવામાં આવી છે. ત્યારે ટૂંક જ સમયમાં આ ચાર જગ્યા ઉપર હેલીપેડ તૈયાર કરીને ટૂંક જ સમયમાં હેલિકોપ્ટરથી યાત્રાધામની સર્વિસ ( Helicopter service will be started in 6 pilgrimages in Gujarat ) શરૂ કરવામાં આવશે.

Aviation Gujarat : રાજ્યના 6 યાત્રાધામોમાં હેલિકોપ્ટર સેવા શરૂ થશે, 24 કલાક સેવાનું આયોજન

author img

By

Published : Nov 4, 2021, 4:48 PM IST

  • વિમાન સેવાના વિસ્તરણનું રાજ્ય સરકારનું આયોજન
  • યાત્રાધામ ખાતે બનાવવામાં આવશે હેલિપેડ
  • શરૂ થશે હેલિકોપ્ટર સર્વિસ, સરકારે આયોજન પૂર્ણ કર્યું
  • 24 કલાક સર્વિસ મળી રહે તેવું કરવામાં આવશે આયોજન
  • અંબાજી, સોમનાથ, દ્વારકા અને સાપુતારામાં થશે હેલિકોપ્ટર સર્વિસ

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં દેશના સૌથી મોટા અને મહત્ત્વના યાત્રાધામો આવેલા છે. જેમાં આ યાત્રાધામનો વધુ વેગવંતો વિકાસ થાય અને સમગ્ર દેશમાંથી અનેક શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ ગુજરાતમાં આવે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા એક ખાસ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આવનારા સમયમાં રાજ્યના મહત્વના યાત્રાધામ જેવા કે અંબાજી સોમનાથ દ્વારકા અને સાપુતારા જેવા ટુરિસ્ટ સ્પોટ પર હેલીપેડ અને હેલિકોપ્ટરની સર્વિસ ( Helicopter service will be started in 6 pilgrimages in Gujarat ) આપવામાં આવશે.

યાત્રાળુઓની સંખ્યામાં થશે વધારો

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મહત્વના ચાર યાત્રાધામ ઉપર હેલિપોર્ટ સર્વિસ ( Helicopter service will be started in 6 pilgrimages in Gujarat ) શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે બજેટ પણ ફાળવી દેવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસમાં જો આ સર્વિસ શરૂ થઈ જશે તો રાજ્યમાં યાત્રાળુઓની સંખ્યામાં પણ વધારો થશે. જે રીતે જૂનાગઢમાં ગિરનાર રોપ વેની સર્વિસ શરૂ થતાં જ હજારોની સંખ્યામાં લોકો જૂનાગઢની મુલાકાતે આવે છે તેવી જ રીતે હેલિપોર્ટની સર્વિસ શરૂ થતા રાજ્યના તમામ યાત્રાધામ પર બહારનાં રાજ્યના યાત્રાળુઓની સંખ્યામાં વધારો થશે.

આ પણ વાંચોઃ ગુજરાતના 251 તાલુકા પર હેલીપેડ બનશે, કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી સાથે ખાસ વાતચીત...

ગુજસેલને સોંપવામાં આવી કામગીરી

સરકારના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે 6 પર્યટનસ્થળો પર હેલિપોર્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. જ્યારે આ તમામ કામગીરી હવે તેમને સોંપવામાં આવી છે, ત્યારે આગામી એક વર્ષની અંદર તમામ નિશ્ચિત પર્યટનસ્થળ પર હેલિપોર્ટ સેવા ( Helicopter service ) શરૂ કરવા સત્તાવાર આદેશ પણ આપી દેવામાં આવ્યાં છે.

કઈ જગ્યાએ બનશે હેલિપોર્ટ

  • અંબાજી
  • સાપુતારા
  • દ્વારકા
  • સોમનાથ
  • અમદાવાદ

કેવી હશે વ્યવસ્થા

વ્યવસ્થાની વાત કરવામાં આવે તો 8-10 પ્રવાસી બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ સુવ્યવસ્થિત બાંધકામવાળું બિલ્ડીંગ પણ તૈયાર કરવામાં આવશે. જ્યારે એટીસી સેન્ટર પણ સેલ દ્વારા તૈયાર કરાશે. આમ એરપોર્ટ પર રન વે જેવી જ લાઈટીંગ કરીને તમામ વ્યવસ્થા 1 વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવશે. જ્યારે મળતી માહિતી પ્રમાણે પ્રત્યેક હેલિપોર્ટ ( Helicopter service ) બનાવવા માટે રૂપિયા 3 કરોડથી 4 કરોડનો ખર્ચ થવાની સંભાવના પણ છે ત્યારે રાજ્ય સરકારે 20 કરોડના બજેટની ફાળવણી પણ કરી દીધી છે.

ચૂંટણી પહેલાં કામગીરી પૂર્ણ થશે ?

મહત્વની વાત કરવામાં આવે તો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને આ દિવસના એક્શન પ્લાનમાં જ ઉડ્ડયનપ્રધાન મોદીનું આ એક ખાસ પ્રકારનું આયોજન છે. જે ચૂંટણી પહેલાં પૂર્ણ કરવાનું રહેશે. ત્યારે રાજ્યના છ મહત્વની જગ્યા ઉપર હેલિપોર્ટ ( Helicopter service ) તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે બજેટની ફાળવણી પણ કરી દેવામાં આવી છે ત્યારે ચૂંટણી પહેલા આ કામગીરી પૂર્ણ થશે કે નહીં તે પણ જોવું રહ્યું.

આ પણ વાંચોઃ સાપુતારાનાં હેલિપેડ વિસ્તારમાં લાખો રૂપિયાનો દારૂના જથ્થાનો નાશ કરાયો

આ પણ વાંચોઃ ડભોઇના ક્રિકેટ મેદાનની હાલત બિસ્માર, મેદાન સરખું કરવા ક્રિકેટ પ્રેમીઓની માગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.