- આપ દ્વારા કુડાસણ વિસ્તારમાં સફાઈ કામ
- સોસાયટીએ વોટ ના આપવા માટે લગાવ્યા બોર્ડ
- સફાઈ સાથે નર્મદાનું પાણી, સ્ટ્રીટ લાઈટની માંગ
ગાંધીનગર: ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી આગામી 18 એપ્રિલના રોજ યોજાવાની છે. તે પહેલાં જ અત્યારથી મતદાતાઓને રીઝવવાના પ્રયત્ન શરૂ થઈ ગયા છે. ગાંધીનગર વોર્ડ નંબર-10ની કુડાસણની સોસાયટીના પ્રમુખ સિગ્નેચર દ્વારા બોર્ડ લગાવી લખવામાં આવ્યું છે કે, નર્મદાનું પાણી, સ્ટ્રીટલાઇટ સફાઈ નહીં તો વોટ પણ નહીં. આ જોઈ આપના ઉમેદવારો અહીં દોડી આવ્યા હતા અને વોર્ડ નંબર-10ના ઉમેદવારોએ અને કાર્યકર્તાઓએ સાથે આવીને અહીં સફાઈ કામ હાથ ધર્યું હતું.
![આપ દ્વારા કુડાસણ વિસ્તારમાં સફાઈ કામ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnagar-12-aap-elaction-work-gandhinagar-video-rtu-7210015_29032021220628_2903f_1617035788_370.jpg)
આ પણ વાંચો: જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનું મહાસંમેલન યોજાયું
અન્ય સમસ્યાઓનું પણ નિરાકરણ કરીશું
આપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ ગોહિલે કહ્યું હતું કે, અમે પહેલાં જ સોસાયટીની સમસ્યા એવા સફાઈ કામને સોલ્વ કરી રહ્યા છીએ. જો સત્તા પર આવશું તો તેમની અન્ય સમસ્યાઓનું પણ નિરાકરણ કરશું. અમે ઈલેક્શન પહેલા જ આ પ્રકારના કામનો પ્રારંભ કર્યો છે.
આ પણ વાંચો: આપના કોર્પોરેટરે સુરતના યોગી ગાર્ડનનુ નામ બદલીને પાટીદાર ગાર્ડન કર્યુ
આ બોર્ડ વિશે ખબર પડતા અમે અહીં આવ્યા: આપના ઉમેદવાર
આપના ઉમેદવાર હાર્દિક તલાટીએ કહયું કે, તેમની પહેલી સમસ્યા સફાઈની સોલ્વ કરવા માટે અમે આવ્યા છીએ. અહીં આવ્યા બાદ જાણવા મળ્યું કે, તેમને પીવાનું પાણી પણ ચોખ્ખું મળતું નથી. જેથી નર્મદાના પાણીની માંગ કરી રહ્યા છે. સોસાયટીના સભ્યોએ પણ કહ્યું હતું કે, અહીંયા સફાઈ નથી થતી અને સ્ટ્રીટ લાઈટ પણ નથી. આ વાત અમને બે દિવસ પહેલા જાણ થઈ અને અમે અહીં તેમની પહેલી સમસ્યા સફાઈનું નિરાકરણ કરવા માટે અન્ય કાર્યકર્તાઓ સાથે આવ્યા છીએ.