ETV Bharat / city

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ 17 ફરિયાદ, 19 ફરિયાદ સુઓમોટો, કુલ 58.14 ટકા સરેરાશ મતદાન - ગુજરાત પેટા ચૂંટણી

રાજ્યસભાની ચૂંટણી સમયે ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકની આજે મંગળવારે ચૂંટણી યોજાય હતી. આ 8 બેઠકો માટે કુલ 81 ઉમેદવારો દાવ રમ્યો હતો. મંગળવારે યોજાયેલી પેટા ચૂંટણીમાં સરેરાસ 54.18 ટકા મતદાન થયું છે. જેની મત ગણતરી 10 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

ETV BHARAT
પેટા ચૂંટણી
author img

By

Published : Nov 3, 2020, 10:15 PM IST

  • રાજ્યમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ
  • ચૂંટણી પંચને મળી લેખિતમાં કુલ 17 ફરિયાદ
  • સમાચાર માધ્યમથી (સુઓમોટો) ચૂંટણી પંચે 19 ફરિયાદ લીધી
  • 8 બેઠકો પર સરેરાશ 58.14 ટકા મતદાન

ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીનો માહોલ તૈયાર થયો હતો. જેને લઈને આજે મંગળવારે રાજ્યની ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં મંગળવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારોએ મતદાન કર્યું હતું. આ તમામ 8 બેઠકો પર કુલ 58.14 ટકા સરેરાશ મતદાન થયું છે.

ચૂંટણી પંચને મળી 17 ફરિયાદ

મંગળવારે યોજાનારા મતદાનમાં રાજ્ય ચૂંટણીપંચને કુલ 17 જેટલી લેખિતમાં રાજકીય પક્ષો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદ બાબતે ચૂંટણીપંચ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપીને ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમાચાર માધ્યમથી ચૂંટણીપંચે સુઓમોટો કરીને કુલ 19 ફરિયાદ ધ્યાનમાં લીધી હતી. જેનો પણ તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તપાસના આદેશ આપ્યા બાદ પોલી મોરબીમાં 1, કરજણમાં 2 અને ડાંગમાં 1 ફરિયાદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.

શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ

રાજ્યની આઠ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ અપક્ષ ઉમેદવારોએ પણ પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો. આ સાથે જ સવારના 12 વાગ્યા સુધીમાં મતદાન કરવાની પ્રક્રિયામાં ઘસારો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ મતદાનની પ્રક્રિયા ધીમે ધીમે શરૂ થઈ હતી. બપોરે 2 વાગ્યા બાદ ફરીથી મતદાનની પ્રક્રિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે જ રાજ્યમાં કુલ 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં 58.14 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.

ગઢડા બેઠકમાં મારામારી
ગઢડા બેઠકની પેટા ચૂંટણીને લઇને કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી જોવા મળી હતી. જેમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો, કે ભાજપે સત્તાનો દૂર-ઉપયોગ કરીને બોગસ વોટિંગ કર્યું છે.

મતદાન ટકાવારીમાં

ક્રમબેઠકમતદાન(ટકાવારી)
1ધારી45.74
2ગઢડા47.86
3ડાંગ74.71
4અબડાસા61.31
5મોરબી51.88
6લીમડી56.04
7કરજણ65.94
8કપરાડા67.34

મતદાન કરવા એક પણ કોવિડ દર્દીઓ આવ્યા નહીં

વિધાનસભાની 8 બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણીમાં કોરોના સંક્રમણનો પણ ભય હતો. જેથી રાજ્ય ચૂંટણીપંચ દ્વારા કોરોના દર્દીને મતદાન કરવા અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણી કમિશનના જણાવ્યા પ્રમાણે 8 બેઠકમાંથી એક પણ બેઠક પર કોરોનાના દર્દીઓ મતદાન કરવા માટે આવ્યા નહોતા. આ સાથે જ મતદાનની પ્રક્રિયા દરમિયાન કોઈપણ વ્યક્તિ શંકાસ્પદ પણ નહોતા.

10 નવેમ્બરે મત ગણતરી

3 નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી હવે પૂર્ણ થઈ છે, ત્યારે હવે તમામ EVM મશીન સીલ કરીને તમામ મશીનોને સેફ ઝોનમાં મૂકવામાં આવશે. જ્યાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. આ ઉપરાંત મંગળવારે યોજાયેલી પેટા ચૂંટણીની મત ગણતરી 10 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.