- સિવિલમાં ઓક્સિજન બેડ વધારાયા
- કીટ પણ પૂરતા પ્રમાણમાં છે
- કોલવડામાં પણ બેડ વધારવામાં આવ્યા
ગાંધીનગર: જિલ્લામાં કોરાનાની સ્થિતિ સ્ફોટક બની રહી છે. મૃત્યુઆંક અને કોરોનાના કેસો પણ વધુ આવી રહ્યા છે ત્યારે આ સ્થિતિને લઈને જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યાએ કહ્યું હતું કે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અન્ય બેડની વ્યવસ્થા કરાઈ છે. ટોટલ 100 ઓક્સિજન બેડ વધારાયા છે. જિલ્લામાં 2,300 બેડની વ્યવસ્થા છે, જેમાં 1,500થી વધુ બેડ એક્ટિવ છે જ્યારે બાકીના બે ખાલી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં કોવિડ કેર સેન્ટરના બેડ પહેલાથી જ વધારીને દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં નવો શરૂ કરાયેલો ડોમ એક દિવસ માટે બંધ
ગાંધીનગરમાં એક્ટિવ કેસ 750 છે, હોસ્પિટલોમાં 1,200 કેસો
ગાંધીનગરમાં એક્ટિવ કેસ 750 છે. હોસ્પિટલોમાં 1,200 જેટલા કેસો છે. ગાંધીનગર સ્મશાનોમાં મૃત્યુના આંકડાઓ છે તે જ બતાવવામાં આવે છે. સ્મશાનની SOP મુજબ કોઈપણ પણ મૃતદેહને બહાર લઇ જવામાં નથી આવતો જેથી ઘણા બહારથી પણ આવતા હોય છે. તેમના અગ્નિસંસ્કાર અહીં સ્મશાનોમાં કરવામાં આવે છે. આજુબાજુના ગામોની ડેડ બોડી આવતી હોય છે. જેથી આંકડાઓની બાબતમાં છૂપાવવામાં આવે છે તેવું કહી ન શકાય.
કોલવડા ખાતે 80 ઓક્સિજન સિલિન્ડર ઉભા કરવામાં આવ્યા
કોલવડામાં 200 બેડની સુવિધા કરવામાં આવી છે. જેમાં ઓક્સિજનના 80 બેડ તૈયાર કર્યા છે. હાલ અત્યારે 50થી વધુ દર્દીઓને સારવાર અપાઇ રહી છે. ગાંધીનગર જિલ્લામાં હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે એટલે બેડ પૂરતા પ્રમાણમાં છે. ગાંધીનગરમાં કોરોનાની સ્થિતિને લઈને હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા વધારવામાં આવી છે. આ ઉપરાંત દરરોજ વેક્સિનેશન અને ટેસ્ટિંગ પણ વધારવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ગાંધીનગરના મુક્તિધામ સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે 4 કલાકનું વેઈટિંગ
ટેસ્ટિંગની કીટ પૂરતા પ્રમાણમાં, સિવિલમાં જ 1,500 ટેસ્ટ થાય છે
છેલ્લા બે દિવસથી કીટ ટેસ્ટને લઈને ખૂટી રહી છે. આ વાતના સવાલ રૂપે કલેક્ટરે કહ્યું હતું કે. કીટો પૂરતા પ્રમાણમાં છે. એકલા સિવિલમાં જ એક વીકમાં 1,500 જેટલા ટેસ્ટ થાય છે. બાકીના 300 ટેસ્ટ RTPCR સિટીમાં થતા હોય છે. આ ઉપરાંત એન્ટીજન ટેસ્ટ પણ મોટી સંખ્યામાં થાય છે. તેવું કુલદીપ આર્યાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.