ETV Bharat / city

ઢબૂડી માતા સામે કાર્યવાહી કરવા પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી

ગાંધીનગરઃ નજીક આવેલા રૂપાલના વતની ધનજી ઓડનો દાવો છે કે, તેની ઉપર જોગણી માતાની કૃપા થઈ છે. તે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. લોકોની બીમારી, નોકરી, લગ્ન જેવા નહીં ઉકેલાતા પ્રશ્નો ઉકેલી આપે છે. ઘનજી ઓડે પોતાનું નામ ઢબુડી માતા રાખ્યું છે. તેમના ભકતો તેમને રૂપાલની જોગણીના નામે ઓળખે છે. ઢબુડી માતા રાજ્યના વિવિધ શહેરોમાં પહોંચે તે પહેલા તેમની ટોળકી ત્યાં પહોંચી જાય છે. માતાના પરચાઓની કહાની લોકોને કહે છે. ત્યાર બાદ માતા નક્કી કરેલા સમયે ત્યાં પહોંચે છે. જ્યાં ઘનજી ઓડ માથા ઉપર ચુંદડી ઓઢી ધૂંણવા લાગે છે. ઢબુડી માતાના દરબારમાં બોટાદના કેન્સરગ્રસ્ત દીકરાના પિતા ગયા હતા. પરંતુ તેમનો દીકરો સાજો થવાની જગ્યાએ મોતને ભેટતા ઢબુડી માતાના ઢોંગ બંધ કરાવવા આખરે પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

author img

By

Published : Aug 28, 2019, 2:08 AM IST

Updated : Aug 28, 2019, 5:54 AM IST

પેથાપુર પોલીસ સ્ટેશન

છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરના રૂપાલ ગામના ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા વિવાદોમાં સંપડાયા છે. એક તરફ વિજ્ઞાનજાથા ઢબુડી માતાની વાતો પાંખડ હોવાના દાવા સાથે મેદાને પડ્યું છે. બીજી તરફ ઢબુડી માતા અને ભક્તો પોતાની વાત અને શ્રધ્ધા સાચી હોવાનું કહે છે. બોટાદના ગઢડા સ્વામી નાગજીપરા ખાતે રહેતા ભીખાભાઈ નારણભાઈ માણીયાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. તેમનો દાવો છે કે, ઢબુડી માતાના કહેવાથી તેમણે પુત્રની કેન્સરની દવા બંધ કરી દીધી હતી, જેને પગલે તેમણે પુત્ર ગુમાવ્યો હતો. તેઓ ઢબુડી માતાના સામે પોલીસ ફરિયાદ નોંધાવાની માંગ સાથે જ વિજ્ઞાનજાથાના જયંત પડ્યા સાથે પેથાપુર પોલીસસ્ટેશન પહોંચ્યા હતા. આ અંગે પેથાપુર પોલીસ સ્ટેશનના PSI એ. જી. એનુરકરે કહ્યું હતું કે અમે અરજીના આધારે તપાસ શરૂ કરી દીધી છે.

પેથાપુર પોલીસ સ્ટેશન

અરજી પ્રમાણે ભીખાભાઈના એકના એક દિકરા અલ્પેશનું 22 વર્ષની ઉંમરે 11-3-2016ના રોજ કેન્સરની બિમારીથી મોત થયું હતું. તેની સારવાર ડૉક્ટરો દ્વારા ચાલતી હતી ત્યારે તેઓ આસ્થા પ્રમાણે ભુવા, માતાજી, ભક્ત, સ્વામી, બાપુ, મુંજાવરો, મોલવી પાસે જઈ કેન્સર મટી જાય તે માટે આમતેમ ભટકતા હતા. તેવામાં ગાંધીનગર રૂપાલ ગામના ઢબુડી મા કહેવાતા ધનજી ઓડને માતાજી હાજરા હજુર છે, ગમે તેવા રોગ મટાડી શકે તેવી વાત બસ સ્ટેન્ડ ઉપર અનેક મુસાફરો અને સાળંગપુર મંદિર આવેલા ભક્તો પાસેથી તેમણે સાંભળી હતી. તેથી આસરે સવાત્રણ વર્ષ પહેલાં તેમણે ઢબુડી માતાના સંપર્ક માટે તેમના ભક્તોને વાત કરી હતી.

તેમના દાવા પ્રમાણે પુત્ર પથારીવશ હોવાથી તેનો ફોટો લઈને તેઓ રૂપાલ આવતા હતા. ઢબુડી મા ને તેઓ આપવીતી જણાવતા ત્યારે માતા ‘દરબારમાં આવ્યો છો ચિંતા ના કર અહિંયા મડદાને પણ ઉભા કરવામાં આવે છે. આજથી જે દવા ચાલે છે બંધ કરી દેજે, દવા લેવાની જરૂર નથી. માતા તારા પુત્રને સાજો કરી દેશે.’ કહ્યું હતું જેથી તેમણે દવા બંધ કરી દેતા અલ્પેશનું મોત થયું હતું.

પેથાપુર આવેલા ભીખાભાઈએ કહ્યું હતું કે, ‘મારી સાથે વિશ્વાસઘાત થયો છે. તેની પત્રિકા અને વીડિયોમાં અસાધ્ય રોગો મટાડવાના દાવા કરાય છે. ઢબુડીમા થી મને અસહ્ય પીડા થઈ છે, મેં મારો દિકરો ગુમાવ્યો છે. મારા દિકરાના હત્યારાને સજા થવી જોઈએ. ઢબુડી માતા ભક્તોને છેતરીને મોટો વેપાર કરે છે. તેની માયાજાળ સંકેલાય જાય તે માટે ફરિયાદ કરી છે.

ઢબુડી માતા બની ધૂંણતા ઘનજી ઓડ ત્યારે ત્યાં આવેલા લોકોના પ્રશ્નનો ઉત્તર આપે છે. ઢબુડી માતાનો ભકતોનો દાવો છે કે, કેન્સર જેવી ગંભીર બીમારી પણ દવા વગર મટાડી આપે છે. ભકતોનો દાવો છે કે માતા કોઈની પાસ પૈસાની માગણી કરતા નથી પણ ત્યાં આાવના લોકો માતા સામે સ્વેચ્છાએ પૈસા મુકે છે. તે સાંજ પડતા લાખો રૂપિયા થાય છે. ઢબુડી માતાના કાર્યક્રમ સ્થળે તેમના જ લોકો નારીયળ, ચુંદડી સહિત ખાણી પીણીના સ્ટોલ ઉભા કરે છે. જેમાંથી પણ લાખોની કમાણી રોજ થાય છે.

ઢબુડીમાતા ઉર્ફે ધનજી ઓડના દરબારમાં રાજ નેતાઓથી લઈને અધિકારીઓ દર્શન કરવા જતા હતા. ઢબુડી માતાનો આશિર્વાદ લેવા આવ્યો છું તેમ કહેનાર પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલને પણ પરિવાર સાથે આવ્યા હતા. તો બીજી તરફ મહેસાણાના પણ રાજનેતા ખોડાભાઈ પટેલ પણ અહીં હાથ જોડીને ઊભા રહેલા જોવા મળ્યા હતા. ગુજરાત પોલીસના કેટલાક કર્મચારીઓની છે. તેઓ પણ અહીં પોતાના દુઃખડા લઈને આવે છે. જોકે માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દિલ્હી સહિતના અન્ય રાજ્યોના કેટલાક પોલીસ કર્મીઓ પણ અહીં જોવા મળ્યા છે.

જ્યારે ઢબુડી માતા પોતાનો પ્રચાર-પ્રસાર youtube ચેનલ દ્વારા કરતો હતો. જેના કારણે 20 લાખ કરતા વધારે ફોલોઅર્સ થઇ ગયા હતા. જ્યારે રાજ્યમાં જિલ્લા મથક હોય જગ્યા ભાડે રાખીને રવિવાર ના દિવસે લોકોને બોલાવતો હતો મોટી સંખ્યામાં દુખિયારા ઢબુડી માતાના દરબારમાં પોતાના દુઃખ દૂર કરવા માટે જતા હતા.

Intro:હેડલાઈન) આખરે દિકરો ગુમાવનાર પિતાની ઢબુડી માતાના ઢોંગ બંદ કરાવવા પેથાપુર પોલીસ સ્ટેશનમા રાવ

ગાંધીનગર,

ગાંધીનગર નજીક આવેલા રૂપાલના વતની ધનજી ઓડનો દાવો છે કે તેની ઉપર જોગણી માતાની કૃપા થઈ છે અને તે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. લોકોની બીમારી, નોકરી, લગ્ન જેવા નહીં ઉકેલાતા પ્રશ્નો ઉકેલી આપે છે. ઘનજી ઓડે પોતાનું નામ ઢબુડી માતા રાખ્યું છે અને તેમના ભકતો તેમને રૂપાલની જોગણીના નામે ઓળખે છે. ઢબુડી માતા રાજ્યના વિવિધ શહેરોમાં પહોંચે તે પહેલા તેમની ટોળકી ત્યાં પહોંચી જાય છે અને માતાના પરચાઓની કહાની લોકોને કહે છે. ત્યાર બાદ માતા નક્કી કરેલા સમયે ત્યાં પહોંચે છે. જ્યાં ઘનજી ઓડ માથા ઉપર ચુંદડી ઓઢી ધૂંણવા લાગે છે.  ઢબુડી માતાના દરબારમાં બોટાદના કેન્સરગ્રસ્ત દીકરાના પિતા ગયા હતા. પરંતુ તેમનો દીકરો સાજો થવાની જગ્યાએ મોતને ભેટતા ઢબુડી માતાના ઢોંગ બંધ કરાવવા આખરે પેથાપુર પોલીસ સ્ટેશનમાં રાવ નાંખી છે.Body:છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરના રૂપાલ ગામના ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા વિવાદોમાં સંપડાયા છે. એક તરફ વિજ્ઞાનજાથા ઢબુડી માતાની વાતો પાંખડ હોવાના દાવા સાથે મેદાને પડ્યું છે તો બીજી તરફ ઢબુડી માતા અને ભક્તો પોતાની વાત અને શ્રધ્ધા સાચી હોવાનું કહે છે. ત્યારે બોટાદના ગઢડા સ્વામી નાગજીપરા ખાતે રહેતા ભીખાભાઈ નારણભાઈ માણીયાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. તેમનો દાવો છે કે ઢબુડી માતાના કહેવાથી તેમણે પુત્રની કેન્સરની દવા બંધ કરી દીધી હતી, જેને પગલે તેમણે પુત્ર ગુમાવ્યો હતો. તેઓ ઢબુડી માતાના સામે પોલીસ ફરિયાદ નોંધાવાની માંગ સાથે જ વિજ્ઞાનજાથાના જયંત પડ્યા સાથે પેથાપુર પોલીસસ્ટેશન પહોંચ્યા હતા. આ અંગે પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ. જી. એનુરકરે કહ્યું હતું કે અમે અરજીના આધારે તપાસ શરૂ કરી દીધી છે. Conclusion:અરજી પ્રમાણે ભીખાભાઈના એકના એક દિકરા અલ્પેશનું 22 વર્ષની ઉંમરે 11-3-2016ના રોજ કેન્સરની બિમારીથી મોત થયું હતું. તેની સારવાર ડૉક્ટરો દ્વારા ચાલતી હતી ત્યારે તેઓ આસ્થા પ્રમાણે ભુવા, માતાજી, ભક્ત, સ્વામી, બાપુ, મુંજાવરો, મોલવી પાસે જઈ કેન્સર મટી જાય તે માટે આમતેમ ભટકતા હતા. તેવામાં ગાંધીનગર રૂપાલ ગામના ઢબુડી મા કહેવાતા ધનજી ઓડને માતાજી હાજરા હજુર છે, ગમે તેવા રોગ મટાડી શકે તેવી વાત બસ સ્ટેન્ડ ઉપર અનેક મુસાફરો અને સાળંગપુર મંદિર આવેલા ભક્તો પાસેથી તેમણે સાંભળી હતી. તેથી આસરે સવાત્રણ વર્ષ પહેલાં તેમણે ઢબુડી માતાના સંપર્ક માટે તેમના ભક્તોને વાત કરી હતી.

તેમના દાવા પ્રમાણે પુત્ર પથારીવશ હોવાથી તેનો ફોટો લઈને તેઓ રૂપાલ આવતા હતા. ઢબુડી માં ને તેઓ આપવીતી જણાવતા ત્યારે માતા ‘દરબારમાં આવ્યો છો ચિંતા ના કર અહિંયા મડદાને પણ ઉભા કરવામાં આવે છે. આજથી જે દવા ચાલે છે બંધ કરી દેજે, દવા લેવાની જરૂર નથી. માતા તારા પુત્રને સાજો કરી દેશે.’ કહ્યું હતું જેથી તેમણે દવા બંધ કરી દેતા અલ્પેશનું મોત થયું હતું.

પેથાપુર આવેલા ભીખાભાઈએ કહ્યું હતું કે, ‘મારી સાથે વિશ્વાસઘાત થયો છે. તેની પત્રિકા અને વીડિયોમાં અસાધ્ય રોગો મટાડવાના દાવા કરાય છે. ઢબુડીમાથી મને અસહ્ય પીડા થઈ છે, મેં મારો દિકરો ગુમાવ્યો છે. મારા દિકરાના હત્યારાને સજા થવી જોઈએ. ઢબુડી માતા ભક્તોને છેતરીને મોટો વેપાર કરે છે. તેની માયાજાળ સંકેલાય જાય તે માટે ફરિયાદ કરી છે.

ઢબુડી માતા બની ધૂંણતા ઘનજી ઓડ  ત્યારે ત્યાં આવેલા લોકોના પ્રશ્નનો ઉત્તર આપે છે ઢબુડી માતાનો ભકતોનો દાવો છે કે કેન્સર જેવી ગંભીર બીમારી પણ દવા વગર મટાડી આપે છે. ભકતોનો દાવો છે કે માતા કોઈની પાસ પૈસાની માગણી કરતા નથી પણ ત્યાં આાવના લોકો માતા સામે સ્વેચ્છાએ પૈસા મુકે છે. તે સાંજ પડતા લાખો રૂપિયા થાય છે. ઢબુડી માતાના કાર્યક્રમ સ્થળે તેમના જ લોકો નારીયળ, ચુંદડી સહિત ખાણી પીણીના સ્ટોલ ઉભા કરે છે. જેમાંથી પણ લાખોની કમાણી રોજ થાય છે.

ઢબુડીમાતા ઉર્ફે ધનજી ઓડના દરબારમાં રાજ નેતાઓથી લઈને અધિકારીઓ દર્શન કરવા જતા હતા. ઢબુડી માતાનો આશિર્વાદ લેવા આવ્યો છું તેમ કહેનાર પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલને પણ પરિવાર સાથે આવ્યા હતા. તો બીજી તરફ મહેસાણાના પણ રાજનેતા ખોડાભાઈ પટેલ પણ અહીં હાથ જોડીને ઊભા રહેલા જોવા મળ્યા હતા. ગુજરાત પોલીસના કેટલાક કર્મચારીઓની છે તેઓ પણ અહીં પોતાના દુઃખડા લઈને આવે છે. જોકે માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દિલ્હી સહિતના અન્ય રાજ્યોના કેટલાક પોલીસ કર્મીઓ પણ અહીં જોવા મળ્યા છે.

જ્યારે ઢબુડી માતા પોતાનો પ્રચાર-પ્રસાર youtube ચેનલ દ્વારા કરતો હતો. જેના કારણે 20 લાખ કરતા વધારે ફોલોઅર્સ થઇ ગયા હતા. જ્યારે રાજ્યમાં જિલ્લા મથક હોય જગ્યા ભાડે રાખીને રવિવાર ના દિવસે લોકોને બોલાવતો હતો મોટી સંખ્યામાં દુખિયારા ઢબુડી માતાના દરબારમાં પોતાના દુઃખ દૂર કરવા માટે જતા હતા.

બાઈટ

ભીખાભાઈ માણીયા મૃતક દીકરાના પિતા (પોલીસ સ્ટેશનમાં અરજી કરનાર)

જયંત પંડ્યા ચેરમેન વિજ્ઞાનજાથા કાળા કોટ પહેરેલા

એ જી એનુરકર, પી.એસ.આઇ પેથાપુર પોલીસ સ્ટેશન
Last Updated : Aug 28, 2019, 5:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.