ગાંધીનગર: સોમવારે શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર ધીમો પડ્યો હતો. સોમવારે ગાંધીનગર જિલ્લામાં કુલ 8 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં 3, કલોલ તાલુકામાં 3, ગાંધીનગર શહેર અને દહેગામમાં 1-1 કેસ સામેલ છે.
અમદાવાદમાં પ્લમ્બર તરીકે કામ કરનારા અને ગાંધીનગર તાલુકાના રાયસણ ગામમાં રહેતા 48 વર્ષીય પુરૂષ, ગાંધીનગરમાં આવેલી ગુજરાત ગેસ કચેરીમાં ફરજ બજાવતા અને સુઘડમાં રહેનારા 35 વર્ષીય યુવક અને ઝુંડાલમા રહેનારા 34 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગાંધીનગર શહેરમાં સોમવારે કોરોના વાઇરસનો માત્ર એક કેસ સામે આવ્યો છે.
આ ઉપરાંત કલોલ શહેરમાં અમૃતકુંજ સોસાયટીમાં રહેતી 55 વર્ષીય મહિલા, ફિરદોશ પાર્ક સોસાયટી આયોજન નગરમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ અને ઇન્દિરા નગર સોસાયટીમાં રહેતી 62 વર્ષીય વ્યક્તિ પોઝિટિવનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ દહેગામ તાલુકામાં હરસોલી ગામના 70 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેનું સોમવારે મોત થયું છે.