ETV Bharat / city

લમ્પી વાયરસને લઈને પશુપાલકો એ સહેજ પણ ગભરાવાની જરૂર નથી, પશુપ્રધાનની અપીલ

રાજ્યમાં લમ્પી વાયરસે હાહાકાર (Lumpy Virus in Gujarat) મચાવ્યો છે. રાજ્યના પશુપાલકોએ (Lumpy skin diseases) સહેજ પણ ગભરાવાની જરૂર ન હોવાની વાત પશુપાલન પ્રધાન રાઘવજી પટેલ હતી. હાલ, અનેક જિલ્લાઓમાં ગાયોના મોત થયા છે.

author img

By

Published : Aug 11, 2022, 10:50 AM IST

Updated : Aug 11, 2022, 12:17 PM IST

પશુપ્રધાને કહ્યું લમ્પી વાયરસને લઈને પશુપાલકો એ સહેજ પણ ગભરાવાની જરૂર નથી...

ગાંધીનગર : લમ્પી વાયરસને લઈને લોકોમાં હાહાકાર (Lumpy Virus in Gujarat) મચી ગયો છે. રાજ્ય સરકારથી લઈને પશુપાલકો સુધી કાળો કહેર સતત વર્ષી રહ્યો છે. જેને લઈને રાજય સરકાર સતત ચિંતિત છે અને સમયસર પગલાંઓ લેવામાં આવી રહ્યા હોવાની જાહેરાત રાજ્ય (Lumpy skin diseases) પશુપાલન પ્રધાન રાઘવજી પટેલ કરી હતી. રાધવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના પશુપાલકો એ સહેજ પણ ગભરાવાની જરૂર નથી, માત્ર સતર્ક રહી સહયોગ આપવાની જરૂર છે. રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સુસજ્જ છે.

76,154 પશુઓમાં લમ્પી કેસની ઝપટમાં રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલની સ્થિતિએ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, મહેસાણા, વલસાડ વડોદરા, આણંદ અને ખેડા મળી કુલ 23 જિલ્લાના 3358 ગામોમાં ગાય ભેંસ વર્ગના કુલ 76,154 પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ જોવા મળ્યો છે. તે પૈકી 76,154 અસરગ્રસ્ત પશુઓમાંથી 54,025 પશુઓ સાજા થયા છે અને અન્ય 19,271 પશુઓની ફોલોઅપ સારવાર હેઠળ છે. અત્યાર સુધી કુલ 2858 પશુઓનાં લમ્પી સ્કિન ડીસીઝનાં કારણે મરણ થયેલ હોવાનું નોંધાયું છે. નિરોગી પશુઓમાં (Lumpy virus vaccine) રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 31.14 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવેલું છે. તેમજ 14.36 લાખ રસીનો જથ્થો ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : Lumpy Virus in Gujarat : રવિન્દ્ર જાડેજા લમ્પી વાયરસને લઈને મેદાને, લોકોને કરી અપીલ

ક્યા કેટલાં કેસો નોંધાયા અત્યાર સુધી નોંધાયેલા (Animal Husbandry Minister Raghavji Patel) કેસમાં સૌથી વધુ 38,891(52%) કેસ, કચ્છ, બનાસકાંઠા જિલ્લામાં 8,186(11%) દેવભૂમિ દ્વારકા 7,447(10%), જામનગર 6,047 (8%) અને રાજકોટ 4,359 (6%) નોધાયા છે. ગઈકાલે સવારે 8.00 કલાકે 23 જિલ્લાઓ પૈકી 12 જિલ્લાઓમાં (Death due to cattle lumpy) કોઈપણ નવા કેસ નોંધાયો નથી. નવા નોંધાયેલ 744 કેસ પૈકી સૌથી વધુ કેસ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 301, રાજકોટ 105, ભાવનગર 78, જામનગર 74, બનાસકાંઠા 65, કચ્છ 64, બોટાદ 27, પોરબંદર 22, ગીરસોમનાથ 3, ખેડા 3 અને મહેસાણા 2 કેસ નોંધાયેલા છે. જ્યારે 23 જિલ્લાઓ પૈકી માત્ર 8 જિલ્લાઓમાં કુલ 76 પશુ મરણ નોંધાયેલ છે. કચ્છ 47, ભાવનગર 11, પોરબંદર 7, બોટાદ 5, જામનગર 2, ગીર સોમનાથ 2, દેવભૂમિ-દ્વારકા 1 અને મોરબી 1 પશુ મૃત્યુ થયું છે.

આ પણ વાંચો : Lumpy virus in Gujarat : 22 જિલ્લામાં લમ્પી વાઇરસનો ખોફ, રસીકરણ અને ગાયોના મોતની સરકારે આપી માહિતી

જામનગરમાં આઇસોલેશન સેન્ટર વિશે પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં આ રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના જિલ્લાના 02 તાલુકાઓમાં 02 જેટલાં આઇસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. CM ભુપેન્દ્ર પટેલે ભુજ આઈસોલેશન (Lumpy virus cases in Gujarat) સેન્ટરની નિરીક્ષણ-મુલાકાત લઈ પશુધનને અપાઈ રહેલી સારવાર-સંભાળની જાણકારી મેળવી હતી. મુખ્યપ્રધાન વેકસીનેશન સેન્ટરની પણ મુલાકાત લઈને વેક્સીન સ્ટોક, તેની સાચવણી વગેરેની માહિતી મેળવી હતી. ત્યારબાદ જિલ્લાના અધિકારી, પદાધિકારીઓ અને ડેરીના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ યોજી હતી અને તેમાં જિલ્લાના પશુધનમાં આ લમ્પી સ્કિન ડિસીઝ વધુ ન ફેલાય તે માટે રોગ ફેલાવતા કીટકોના નિયંત્રણ માટેના પગલાં અને ઉપાયો વધુ સઘન બનાવવા સૂચન કર્યું હતું. મૃત પશુઓના વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તેની તકેદારી રાખવા જિલ્લાના અધિકારીઓને તાકીદ કરી હતી.

Last Updated : Aug 11, 2022, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.