- છરી વડે હાથના ભાગે મહિલા પર હુમલો કર્યો
- ભોગ બનનારી વૃદ્ધા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
- વૃદ્ધા એકલી હતી તે સમયે ઘટના બની
ગાંધીનગર: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાઓ વધી રહ્યા છે. ખાસ કરીને તેમાં પણ એકલા રહેતા વૃદ્ધો માટે મુશ્કેલ સાબિત થઇ રહ્યું છે, ત્યારે ગાંધીનગરના રિચ વિસ્તાર સેક્ટર 1ના એક મકાનમાં હેમંતભાઈ અને તેમના 64 વર્ષીય પત્ની કિરણબેન રહે છે. પતિ બહાર ગયા હોવાથી કિરણબેન ઘરે એકલા હતા, ત્યારે બે લોકો વોશિંગ પાઉડર વેચવા માટે આવ્યા હતા. જેમને લૂંટ કરવાના ઇરાદે આ મહિલા પર હુમલો (Attack with a knife) કરી લોહી લુહાણ કરી દીધા હતા. મહિલાને છેવટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સેક્ટર 7 પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે ઝાયડસને નિડલ લેસ રસીના એક કરોડ ડોઝનો આપ્યો ઓર્ડર
લૂંટ કરવાના ઇરાદે ઘરમાં ઘૂસી વૃદ્ધાને છરીના ઘા ઝીંક્યા
ડિટર્જન્ટ વેચવાના બહાને બે શખ્સો સેક્ટર 1 ખાતે આવ્યા હતા. જેમને ઘરમાં એકલા જોયેલા વૃદ્ધા કિરણબેન પાસે પાણી માંગ્યું હતું. વૃદ્ધાને એકલા જોઈ લુંટારૂઓ લૂંટ કરવાના ઇરાદે ઘરમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન એક લૂંટારુએ કિરણબેનને છરી બતાવી હતી. જેમાં ઝપાઝપી થતા વૃદ્ધાના હાથના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે છરીના ઘા (Attack with a knife) વાગ્યા હતા. વૃદ્ધાએ ચીસાચીસ કરતા આજુ બાજુ લોકો સુધી આ બૂમ સંભળાઈ હતી, જે જોઈ લુંટારૂઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.
![ગાંધીનગરના સેક્ટર 1માં વોશિંગ પાઉડર વેચવા આવેલા શખ્સોએ કર્યો વૃદ્ધા પર છરી વડે કર્યો હૂમલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13580901_thuhh.jpg)
આ પણ વાંચો: બેડરૂમમાં વૃદ્ધ દંપતી લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું: ઘાટલોડિયામાં લૂંટના ઇરાદે હત્યા
CCTV મેળવવા સેક્ટર 7 પોલીસે કવાયત હાથ ધરી
આ વાતની જાણ આજુ બાજુના લોકોને થતા ઈજા (Injury) પામેલા વૃદ્ધા કિરણબેનને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સેક્ટર 7 પોલિસને આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને CCTV મેળવવા સેક્ટર 7 પોલીસે કવાયત હાથ ધરી હતી.