'જર, જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરુ' આ કહેવત પ્રમાણે ભલભલા માણસની ઈચ્છા શક્તિ પર રૂપીયા કે જમીન હાવી થઈ જાય છે. અમદાવાદના દસક્રોઇ વિધાનસભા વિસ્તારના જાણીતા બિલ્ડર ઉદય ભટ્ટ જે ગેલેક્ષી ગ્રુપ નામથી ઘણી બધી સ્કીમ ચલાવી રહ્યા છે, ત્યારે મુઠીયા ગામના એક વૃદ્ધે વર્ષ 2008માં ઉદય ભટ્ટને 48 કરોડની કિંમતે જમીનનો સોદો કર્યો હતો. પરંતુ, આ બિલ્ડરે વૃદ્ધ પાસેથી જમીનના દસ્તાવેજ પોતાના નામે કરાવીને વૃદ્ધના ખાતામાં 18 કરોડ રૂપિયા જમા કરી તુરંત જ જમા કરેલ રૂપિયા બિલ્ડરે પરત ખેંચી લીધા હતા અને જમીન માલીકના ખાતા માત્ર 2 કરોડ રૂપિયા જ રાખી છેતરપિંડી કરી હતી.
જો કે, વૃદ્ધને આ છેતરપિંડીની ઘટનાની જાણ થતાં તુરંત બેંકમાં જઇ તપાસ કરી હતી. જ્યાં તેમને બિલ્ડર ઉદય ભટ્ટે તેમની સાથે ચિટીંગ કરી હોવાનું જાણવા મળતા ભોગ બનનાર વૃદ્ધે આ મામલે નરોડા પોલીસ સ્ટેશન સહિત અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજુઆત કરી હતી. પરંતુ, વૃદ્ધને આજ સુધી ન્યાય મળ્યો નથી. જેથી આ વૃદ્ધે CM વિજય રૂપાણી રજુઆત કરી છે કે, પોતાને સરકાર ન્યાય અપાવે અથવા તો, ઈચ્છા મૃત્યુની માગ કરી છે. જો કે, મુખ્યપ્રધાને ભોગ બનનનાર વૃદ્ધને સેવા સેતુ કાર્યકમમાં રજુઆત કરવાનું સૂચન કર્યુ છે.