ETV Bharat / city

વલભીપુરમાં 4000 એકર જમીનમાં PPP ના ધોરણે બનશે આયુર્વેદિક પાર્ક - Ayurvedic Park in Valabhipur

સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોનાએ ફફડાટ ફેલાવ્યો હતો, ત્યારે દેશમાં આયુર્વેદિકનું મહત્વ સામે આવ્યું હતું અને અનેક લોકોને કોરોના સામેના બચાવમાં આયુર્વેદિક (Ayurvedic) દવાઓ ખૂબ જ મહત્વની સાબિત થઈ હતી. હવે વર્તમાન સમયમાં કોરોનાથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિનો વધારો થાય તેને ધ્યાનમાં લઈને લોકો હવે ઉકાળાઓ તથા અનેક આયુર્વેદિક દવાઓ લઇ રહ્યા છે. આયુર્વેદિકનું ચલણ વધવાથી રાજ્ય સરકાર દ્વારા PPP ધોરણે અમદાવાદ- ભાવનગર હાઇવે પર આવેલા વલભીપુર (Valbhipur) પાસે 4000 એકર જમીનમાં આયુર્વેદિક પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Latest news of Gandhinagar
Latest news of Gandhinagar
author img

By

Published : Nov 2, 2021, 12:01 PM IST

  • રાજ્યમાં બનશે આયુર્વેદિક પાર્ક
  • PPP ધોરણે બનવવામાં આવશે ગ્લોબલ આયુર્વેદિક પાર્ક
  • અમદાવાદ- ભાવનગર હાઇવે પર આવેલા વલભીપુર પાસે આકાર પામશે

ગાંધીનગર: વલભીપુર પાસે આવેલ 4000 એકર જમીન પર આયુર્વેદિક (Ayurvedic) પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રાથમિક અંદાજિત ખર્ચો 300 કરોડ રૂપિયાની આસપાસ રહેશે. જ્યારે વલભીપુર પાસે બની રહેલા પાર્કની આજુબાજુમાં જો વાત કરવામાં આવે તો પક્ષીઓનું અભ્યારણ પણ આવ્યું છે. જેથી 4000 એકર જમીનમાં આયુર્વેદિક પાર્ક ઊભો થશે તો વધુ માત્રામાં વિદેશી પક્ષીઓ પણ ત્યાં જોવા મળી શકે તેમ છે. આ ઉપરાંત રાજ્ય સરકારે વલભીપુર (Valbhipur) પાસે GIDC ને પણ મંજૂરી આપી છે. ત્યારે આયુર્વેદિક ક્ષેત્રમાં કામ કરતી ફાર્મા કંપનીઓને પણ ટૂંકા અંતરમાં જ પોતાનું પ્રોડક્શન પણ સ્થાપી શકશે.

વલભીપુરમાં 4000 એકર જમીનમાં બનશે આર્યુવેદિક પાર્ક

આ પણ વાંચો: એ રાજાઓ અને જમીનદારો જેમણે અંગ્રેજોને વળતી લડત આપી હતી

ખાનગી અને સરકારી કોલેજો અને રિસર્ચ સંસ્થાઓ પાર્કનો ઉપયોગ કરી શકશે

ગુજરાત આયુર્વેદિક (Ayurvedic) બોર્ડના ચેરમેન ડોક્ટર હસમુખ સોનીએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, વલભીપુર (Valbhipur) ખાતે તૈયાર થઇ રહેલા આયુર્વેદિક પાર્કનો ઉપયોગ ખાનગી અને સરકારી આયુર્વેદિક કોલેજ કરી શકશે. આ ઉપરાંત જે સંસ્થાઓ હશે તેઓ પણ આ પાકનો ઉપયોગ કરી શકશે. કારણ કે આ પાર્ક PPP ધોરણે તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેથી તમામ લોકોને લાભ પ્રાપ્ત થઇ શકશે.

આ પણ વાંચો: શરીરની પ્રકૃતિને જાણવા માટે ભુજના સર્વમંગલ આરોગ્યધામના તબીબે પ્રકૃતિ પરીક્ષણ એપ્લિકેશન બનાવી

આયુર્વેદીક પાર્કમાં કોલેજને રિસર્ચ સેન્ટર પણ થશે શરૂ

આવનારા ભવિષ્ય અંગેના આયોજન બાબતે હસમુખ સોની સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, વલભીપુર (Valbhipur) ખાતે આવનારા દિવસોમાં પાર્ક તૈયાર થયા બાદ એક આયુર્વેદિક (Ayurvedic) કોલેજ અને એક રિસર્ચ સેન્ટર પણ તૈયાર કરવામાં આવશે. જેથી નવી ઇનોવેશન અને નવું start up પણ ત્યાંથી પ્રાપ્ત થઈ શકે. આ પ્રોજેક્ટ સંપૂર્ણ થઈ જશે ત્યારે ગુજરાતના GDP માં પણ વધારો જોવા મળશે.

કોરોનાકાળ બાદ 300 ફાર્મા કંપની ગુજરાતમાં

હસમુખ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં 300 જેટલી ફાર્મા કંપનીઓ ગુજરાતમાં આવી છે. જેમાં સૌથી વધુ ડિમાન્ડ આયુર્વેદિક વનસ્પતિઓની રહી છે. હજુ પણ આવનારા દિવસોમાં આયુર્વેદિક વનસ્પતિની વધુ ડિમાન્ડ રહેશે, જેથી ગ્લોબલ આયુર્વેદિક પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે. આ સાથે જ વલભીપુર (Valbhipur) ખાતે તૈયાર થઇ રહેલા ગ્લોબલ આયુર્વેદિક પાર્કમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની મદદથી ખાનગી કંપનીઓ પણ પોતાની જમીન લઈને પોતે જેને વધારે જરૂર હોય તે આયુર્વેદિક વનસ્પતિનું વધુમાં વધુ ઉત્પાદન કરી શકે તે રીતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.