ETV Bharat / city

અમિત શાહે કર્યું અમુલના 3 પ્લાન્ટનું ઉદ્ઘાટન, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત - Inauguration of new robotic high-tech warehousing facility

ગાંધીનગરમાં અમુલના નવા મિલ્ક પાઉડર, બટર પ્લાન્ટ અને પોલિફિલ્મ પ્લાન્ટ્સનું આજે રવિવારે ઉદ્ઘાટન થયું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહના હસ્તે આ નવા પ્લાન્ટ (Amit Shah inaugurates 3 Amul plants) ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને કેન્દ્રીય રાજ્યપ્રધાન રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Amit Shah inaugurates 3 Amul plants
Amit Shah inaugurates 3 Amul plants
author img

By

Published : Nov 28, 2021, 12:50 PM IST

  • અમિત શાહે કર્યું અમુલના 3 પ્લાન્ટનું ઉદ્ઘાટન
  • મિલ્ક પાઉડર, બટર પ્લાન્ટ અને પેકેજીંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું
  • અમુલ તેની ઉત્પાદન ક્ષમતા બમણાથી વધુ કરશે

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહે આજે રવિવારે ગાંધીનગરમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના નવા દૂધ પાઉડર પ્લાન્ટ, પોલિફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ તથા અન્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન (Amit Shah inaugurates 3 Amul plants) કર્યું હતું. ડેરી દ્વારા આ ચાર પ્રોજેક્ટ્સમાં રૂપિયા 415 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

અમિત શાહે કર્યું અમુલના 3 પ્લાન્ટનું ઉદ્ઘાટન, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

એશિયાનો સૌથી મોટો ઓટોમેટિક અમુલફેડ ડેરીનો પ્લાન્ટ

આ નવો દૂધ પાઉડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી (Amul Dairy) ખાતે સ્થાપવામાં આવ્યો છે, જે GCMMFનું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લિટરની છે. દૈનિક 150 ટનની ક્ષમતા ધરાવતો નવો અલ્ટ્રા-મોડર્ન મિલ્ક પાવડર પ્લાન્ટ સ્થાપિત કરી ડેરીની ક્ષમતા દૈનિક 35 લાખ લિટરથી વધારીને 50 લાખ લિટર કરવામાં આવી છે.

રૂપિયા 257 કરોડનું રોકાણ

આ નવો પ્લાન્ટ 24 કલાક કાર્યરત રહે તે રીતે રૂપિયા 257 કરોડ રૂપિયાના રોકાણથી બનાવવામાં આવ્યો છે. બે વર્ષના સમયગાળામાં તૈયાર થયેલો આ પ્લાન્ટ અત્યંત ઊર્જા કાર્યક્ષમ ટેક્નોલોજીથી સુસજ્જ છે અને તેમાં ઉત્સર્જનની માત્રા લગભગ નહિવત હશે. આ પ્લાન્ટમાં પાણીના પુનઃવપરાશની વ્યવસ્થા છે. જેથી ભૂગર્ભ જળના વપરાશમાં ઘટાડો થશે. વધુમાં આ પ્લાન્ટ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા ધોરણોની જરૂરિયાતોને પુરી કરી કરશે અને સુરક્ષા પ્રણાલીઓના ઉચ્ચતમ સ્તરથી સુસજ્જ પણ છે. આ પ્લાન્ટમાં નવીનતમ પેકિંગ લાઇનો છે તેમજ જથ્થાબંધ પેકિંગ લાઇન્સનું સંપૂર્ણ ઓટોમેટિક સંચાલન થશે.

અમુલ બટરના નવા પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન

કેન્દ્રીય સહકારપ્રધાન અમિત શાહ અમૂલ બટરના એક નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન (Inauguration of a new Amul Butter plant) પણ કર્યું હતું. જે અમૂલફેડ ડેરીની બટર ઉત્પાદન ક્ષમતાને દૈનિક 40 ટનથી ત્રણ ગણી વધારીને 120 ટન કરશે. આ પ્લાન્ટ રૂપિયા 85 કરોડના રોકાણ સાથે બનાવવામાં આવ્યો છે અને તે ડેરીને ખાસ કરીને જ્યારે પીક સીઝનમાં દૂધનું સંપાદન વધારે હોય ત્યારે દૂધ ફેટના વધુ જથ્થાને અસરકારક રીતે નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ્યું, અમૃત મહોત્સવની ગુંજ પંચાયતથી સંસદ સુધી

રોબોટિક હાઈટેક વેરહાઉસિંગની સુવિધા

અમૂલફેડ ડેરી (Amul Dairy)માં નવી રોબોટિક હાઇટેક વેરહાઉસિંગ સુવિધાનું ઉદ્ઘાટન (Inauguration of new robotic high-tech warehousing facility) પણ કેન્દ્રીય પ્રધાન (Amit Shah to inaugurate new Amul milk powder and polyfilm plants) દ્વારા કરવામાં આવ્યું હતું, જેને રૂપિયા 23 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. જે ડેરીને લાંબાગાળા સુધી બગડે નહીં તેવા 50 લાખ લિટર દૂધને કાર્ટન પેકેજિંગમાં ખૂબ મોટા જથ્થામાં સંગ્રહિત કરવા સક્ષમ બનાવે છે.

આ પણ વાંચો: 75 Years of Amul: અમૂલ ડેરી ઓર્ગેનિક ફર્ટિલાઈઝર તરફ આગળ વધશે- અમિત વ્યાસ

ઉત્પાદન ક્ષમતા બમણાથી વધારે થશે

સહકાર પ્રધાન અમિત શાહે ગાંધીનગરમાં અમૂલફેડ ડેરી (Amul Dairy)ના નવા પોલિ ફિલ્મ પેકેજિંગ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ વિસ્તરણને પગલે પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 20,000 ટનથી બમણી થઈ 40,000 ટન થઈ છે, જે તેને ભારતનો સૌથી મોટો પોલિફિલ્મ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવે છે. આ નવા વિસ્તરણ માટે રૂપિયા 50 કરોડનું રોકાણ કરાયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.