ETV Bharat / city

i ORA પોર્ટલમાં ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર, બોજાનું પ્રમાણપત્ર અને Index 2 નકલ ઓનલાઈન કરાઈ : કૌશિક પટેલ - Index 2

રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ વિભાગના તમામ કામકાજ ઓનલાઇન કરી દેવામાં આવ્યાં છે ત્યારે આજે વધુ ત્રણ કામને ઓનલાઇન કરવામાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અત્યાર સુધીમાં કુલ 23 જેટલી સેવામાં ઓનલાઈન પદ્ધતિ કરવામાં આવી છે. જ્યારે આજે વધુ 3 સેવાઓ જેવી કે ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર, બોજાનું પ્રમાણપત્ર અને Index 2 નકલ ઓનલાઈન કરવામાં આવી છે.

i ORA પોર્ટલમાં ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર, બોજાનું પ્રમાણપત્ર અને Index 2 નકલ ઓનલાઈન કરાઈ : કૌશિક પટેલ

author img

By

Published : Sep 8, 2020, 7:33 PM IST

ગાંધીનગર : મહેસૂલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનાં ક્રાંતિકારી મહેસૂલી સુધારાઓના અમલ થકી રાજયનું મહેસૂલ વ્યવસ્થાપન પારદર્શક, સરળ, ઝડપી અને સંવેદનશીલ બન્યું છે. રાજયમાં ડિઝિટાઇઝેશન અને ઓનલાઈન પ્રક્રીયા હાથ ધરવામાં મહેસૂલ વિભાગ અગ્રેસર રહ્યું છે. જેના કારણે મહેસૂલ વિભાગ દ્વારા ટૂંકા સમયગાળામાં ૨૩ જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે. મહેસૂલ વિભાગમાં વધુને વધુ પ્રજાલક્ષી સુધારાઓ અને મહેસૂલી સેવાઓ વધુ સરળ બનાવવાના ભાગરૂપે વધુ 3 (ત્રણ) મહેસૂલી સેવાઓ ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર તથા સબરજીસ્ટ્રાર કચેરી દ્વારા Encumbrance Certificate (બોજાનું પ્રમાણપત્ર) તથા વેચાણ દસ્તાવેજની Index 2 (અનુક્રમણિકા નં 2) ની નકલની સેવાઓ હવેથી ઓનલાઈન કરવામાં આવેલ છે.

i ORA પોર્ટલમાં ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર, બોજાનું પ્રમાણપત્ર અને Index 2 નકલ ઓનલાઈન કરાઈ : કૌશિક પટેલ
i ORA પોર્ટલમાં ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર, બોજાનું પ્રમાણપત્ર અને Index 2 નકલ ઓનલાઈન કરાઈ : કૌશિક પટેલ
પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજય સરકારે વિવિધ મહેસૂલી સુધારાઓ કર્યા છે જેના ખુબ જ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે ત્યારે રાજ્યના સુગ્રથિત વિકાસ માટે રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને લાભદાયી ખેડૂત ખરાઈ પ્રમાણપત્રની ઓનલાઈન પ્રક્રિયા વધુ સરળ બને તે માટે આ નિર્ણય મહત્વનો પુરવાર સાબિત થશે.રાજયમાં અન્ય તાલુકામાં ખેતીની જમીન ખરીદવી હોય તો ખેડૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેતું હોય છે. તેમજ જમીનની શરતફેર, બિનખેતી જેવી વિવિધ પ્રકારની પરવાનગી માટેની અરજીઓ સાથે જરૂર જણાયે ખેડૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેતું હોય છે. હાલમાં, ખેડૂત ખાતેદારના પ્રમાણપત્રની જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે જે તાલુકાના મૂળ ખેડૂત ખાતેદાર હોય તે મામલતદારને જરૂરી વિગત સહ લેખિતમાં અરજી કરવાની હોય છે અને મામલતદારશ્રી અરજીની વિગતો તેમજ રેવન્યુ રેકર્ડથી ચકાસણી કરી ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર આપવામાં આવે છે.

હવે, આ સેવા ઓનલાઈન થવાથી અરજદારે જરૂરી વિગત સહ ઓનલાઈન અરજી કરી પછી સહી વાળી અરજી, નિયત કરેલ સોગંદનામું તથા ખાસ કોઈ પુરાવા હોય તો તે અપલોડ કરવાના રહેશે. ખાતેદારે અસલ અરજી, સોગંદનામું અને અપલોડ કરેલ પુરાવા અરજી તારીખથી દિન-7માં સંબંધિત પ્રાંત કચેરીમાં મળે તે રીતે જમા કરાવવાના/મોકલવાના રહેશે. જ્યારે અરજી સાથે ગામ નમૂના નં. 6, 7/12, 8-અ જેવા કોઈ દસ્તાવેજો અપલોડ કરવાના નથી. પ્રાંત અધિકારી 15 દિવસમાં નિર્ણય કરી મંજુરીના કિસ્સામાં ઓનલાઈન પ્રમાણપત્ર ઈસ્યુ કરશે તેમજ સહી/સિક્કાવાળી નકલ પણ ઈસ્યુ કરશે. અરજદારને નિર્ણયની જાણ ઈ-મેઈલ/SMSથી કરવામાં આવશે. અરજી દફતરેના કિસ્સામાં કારણો સાથે લેખિત પત્રથી અરજદારને જાણ કરવામાં આવશે. ખોટુ સોગંદનામું કરવા બદલ સંબંધકર્તા સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

આમ, અરજદાર કોઈ પણ જગ્યાએથી ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર માટે ઓનલાઈન અરજી કરી શકશે અને થયેલ નિર્ણયની જાણ પણ સમયમર્યાદામાં ઘરે બેઠા ઈ-મેઈલ/SMSથી થશે. ઓનલાઈન થવાને કારણે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા માટે ખાતેદારને રૂબરૂ કચેરીમાં જવામાંથી મુક્તિ મળશે અને સમય અને નાણાંની બચત થશે. પારદર્શિતા અને સરળતા આવશે.રાજયની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી થયેલ દસ્તાવેજોની અનુક્રમણિકા તૈયાર કરવામાં આવે છે. રાજયની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાંથી મિલકતના ખરીદ-વેચાણના કામે, બેંકમાંથી લોન લેવાના હેતુ માટે, મોર્ગેજના દસ્તાવેજ કરવા માટે, ટાઈટલ ક્લિયરન્સના સર્ટીફિકેટ જેવી વિવિધ કામગીરી માટે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાંથી રેકર્ડ શોધ (સર્ચ) કરીને ટાઈટલ કલીયરન્સના હેતુ માટે Encumbrance Certificate (બોજા પ્રમાણપત્ર) મેળવવાનું થાય છે. તે જ રીતે Index 2 (અનુક્રમણિકા નં 2) ની નકલ પણ ઉપરોક્ત કામ અર્થે મેળવવાની થાય છે.

હાલ ઓનલાઈન ઈ-પેમેન્ટ કરી ઈ-ચલણ સાથે જે તે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ જઈને બોજા પ્રમાણપત્ર અને Index 2 (અનુક્રમણિકા નં 2)ની નકલ મેળવવાની પદ્ધતિ અમલમાં છે. હવેથી, રાજય સરકારના આ ઓનલાઈન કરવાના પ્રજાલક્ષી મહત્વના નિર્ણયથી કોઈ પણ વ્યક્તિ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ ગયા વગર ઘરે બેઠા ઓનલાઈન ઈ-પેમેન્ટ કરીને https://iora.gujarat.gov.in “i-ORA” પોર્ટલ પરથી જરૂરી ડેટા એન્ટ્રી કરી બોજા પ્રમાણપત્ર અને Index 2 (અનુક્રમણિકા નં 2)ની નકલ મેળવી શકશે. આ વ્યવસ્થાથી પક્ષકારોને કે વકીલશ્રીઓને રૂબરૂમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં જવું નહીં પડે જેથી તેમના સમય અને નાણાંનો બચાવ થશે અને રાજ્ય સરકારની આ સુવિધાનો સરળતાથી લાભ મળશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.