- અક્ષરધામ મંદિર 25 ઓકટોબરથી ખુલશે
- સાંજના 5ઃ00 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી મંદિર રહેશે ખુલ્લું
- સરકારની ગાઇડ લાઇનનું પાલન ફરજિયાત
ગાંધીનગર : શહેરના સેક્ટર-20માં આવેલું સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર આગામી 25 ઓકટોમ્બરથી ખૂલ્લું મુકવામાં આવશે. દર્શનાર્થીઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી શકશે. જોકે મંદિર માત્ર અઢી કલાક માટે ખોલવામાં આવશે. સાંજના 5 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. મંદિર નિહાળવા આવનાર મુલાકાતીઓ માટે વોટર શો, ફૂડ કોર્ટ, બુક્સ અને આર્ટીકલની દુકાનો ખુલ્લી રહેશે.
સરકારની ગાઇડલાઇનનું પાલન કરવું ફરજિયાત
જ્યારે મંદિરમાં આવેલું પ્રદર્શન બંધ રાખવામાં આવ્યું છે. ઉપરાંત ભગવાનનો અભિષેક કરવા પર પ્રતિબંધ છે. રાત્રી દરમિયાન થતી સ્વામિનારાયણ ભગવાનની આરતી કરવામાં આવશે. જોકે તેમાં સંપૂર્ણપણે સરકારની ગાઇડ લાઇનનો અમલ કરવામાં આવશે. જે ભક્તો આરતીનો લ્હાવો લેવા માંગતા હોય તેમણે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે તેની સાથે સોશિયલ ડિસ્ટન્સનો પાલન કરવું પડશે.