અમદાવાદ- અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Sardar Patel International Airport ) પર દિવસની અનેક ફ્લાઈટોનું સંચાલન થાય છે. ત્યારે એરપોર્ટ ખાતે રન-વે (Ahmedabad Airport Run Way )પુનઃ નિર્માણનુ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. હાલમાં 90 ટકા કામગીરી પુર્ણ થઈ છે. મેં મહિનામાં રન-વેનું (Ahmedabad Airport Run Way ) કામ પૂર્ણ થઇ જશે.
નવા રન-વેની વિશેષતા - રન-વે પર સેફટીનું (Ahmedabad Airport Runway Safty)વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. રન વે પર 9 કિલોમીટરની ડ્રેનેઝ લાઈનની કામગીરી કરાઈ છે. સાડા ત્રણ કિલોમીટર લાંબો અને 45 મીટર પહોળા રન-વે બનાવવા બે લાખ મેટ્રિક ટન ડામ, ત્રણ લાખ ક્યુબીક મીટર માટીનો ઉપયોગ કરાયો છે. જે માટે 600 કર્મચારી અને 200 વાહનો સાથે દરરોજ કામગીરી હાથ ધરાઇ છે.
આ પણ વાંચોઃ સુરત એરપોર્ટ રનવે પર પીળા રંગની મર્સિડિઝ કાર દોડી, જાણો કારણ...
એરપોર્ટ પર રન-વે ની સાથે ટેક્સી વેની પણ કામગીરી -અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 3505 મીટરના બંને દિશામાં ઢાળવાળા રન વેની (Ahmedabad Airport Run Way ) સાથે ડોમેસ્ટિક એપ્રોનને જોડતો હાલનો ટેક્સી વે (Ahmedabad Airport Taxi Way)પણ ફરી ઉભો કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે એરક્રાફ્ટ ઓપરેશન્સમાં સુધારો થશે. તદુપરાંત સ્ટોર્મ વોટર ડ્રેનેજનું બાંધકામ પણ પૂર્ણતાના આરે છે.
આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ બમણો કરાયો