ગાંધીનગર : સમગ્ર દેશમાં કોરોનાની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે અને ગુજરાતમાં પણ કરવાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ખાસ નિર્ણય પણ લેવામાં આવ્યા છે જ્યારે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે રાજ્યમાં ડિસેમ્બરથી આજ દિન સુધીમાં એક કરોડ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે અત્યારે 95 ટકા જેટલા દર્દીઓ ઘરે જ સારવાર લઇ રહ્યાં છે.
રાજ્યમાં બેડની પરિસ્થિતિ
કોરોનાની પરિસ્થિતિમાં રાજ્યમાં બેડની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારે 97,000થી વધુ બેડની સુવિધા છે જેમાં 40,000 ઓક્સિજન બેડ, 8,000 વેન્ટિલેટર બેડ, અને 15,000 ફિઝિકલ બેડની સુવિધાઓ પણ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના સહયોગથી વધુ 3,840 પથારીની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે જ્યારે ભારત સરકારના સહયોગથી 5,700 વેન્ટિલેટર અને 2,800થી વધુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર પ્રાપ્ત થયા છે.
રાજ્યમાં કુલ બેડ
- ICU વેન્ટિલેટર બેડ 7,966
- ICU નોન વેન્ટિલેટર બેડ 6,921
- ઓક્સિજન બેડ 54,735
- ઓક્સિજન વગરના બેડ 27,149
14 જેટલી કમિટી તૈયાર કરવામાં આવી
રાજ્યમાં જે રીતે પોતાની વર્તમાન પરિસ્થિતિથી દિવસે દિવસે ખરાબ થઈ રહી છે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓને 14 જેટલી કમિટી પણ તૈયાર કરવામાં આવી છે. આ કમિટીમાં દવાઓની ઉપલબ્ધિ ઓક્સિજન અને ઉપલબ્ધિ અને તમામ પ્રકારના સારવાર અને સુવિધા બાબત અનેક દવાઓ કેટલી કરી કેવી રીતે ખરીદવી અને બફર સ્ટોક કેટલો છે તે તમામ પ્રકારની અલગ અલગ કમિટીઓ તૈયાર કરવામાં આવી છે.
રાજ્યમાં પોઝિટિવ રેટ 9.50 ટકા
કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે જો વાત કરવામાં આવે તો દસ ટકાથી વધુ પોઝિટિવિટી રેટ થાય વધુ કડક પગલાં અને નિયંત્રણ આવી શકે છે પરંતુ રાજ્યમાં પોઝિટિવ એટલે હવે 9.50 ટકા સુધી પહોંચ્યો છે ત્યારે સોમવાર સુધીમાં જો 0.5 ટકાનો વધારો થાય તો સોમવારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં વધુ કડક પગલાં અને નિયંત્રણ રહી શકે છે. બીજી તરફ વાત રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની રોજગારીને અસર થાય તેવા નિર્ણય લેવાશે નહીં.
રાજ્યના તમામ ટ્રસ્ટ મંદિર બંધ કરે
રાજ્યમાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 21 જાન્યુઆરી સુધી મંદિર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યું છે. આ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે અંબાજી મંદિર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને હું બતાવું છું 21 જાન્યુઆરી સુધી મંદિર બંધ રહેશે ત્યારે બાકીના ટ્રસ્ટ દ્વારા પણ આવો નિર્ણય લેવામાં આવે તેવી પણ આશા ઋષિકેષ પટેલે વ્યક્ત કરી હતી.