- આપ પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરાયું
- આપે કોર્પોરેશનની ચૂંટણી પહેલાં શરૂ કરી તૈયારીઓ
- પ્રવીણ રામ, નિખિલ સવાણી, વિજય સુવાળા હાજર
ગાંધીનગર: ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી ગાંધીનગર યુથ વિંગ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સાથે આપ પાર્ટીના સેક્ટર 7 ખાતેના કાર્યાલયનું ઉદઘાટન કરાયું હતું. જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહેલા પ્રવિણ રામ, નિખિલ સવાણી, વિજય સુવાળા હાજર રહ્યાં હતાં.
મનપાની ચૂંટણી એક મિશન સાથે જીતીશું
આપ પાર્ટીના નેતા પ્રવીણ રામે કહ્યું, ગાંધીનગરની અંદર તમામ લોકો સુધી આપના કાર્યકર્તાઓ પહોંચશે. મહાનગરપાલિકામાં જીત મેળવશે જ. જે પણ કંઈ સારા કામો દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં થઈ રહ્યા છે તેને ક્યાંકને ક્યાંક ગુજરાતમાં પણ લાગુ કરાશે. ગુજરાતમાં પણ ભાજપ સરકાર દ્વારા બેદરકારીને કારણે બનાવો બન્યા છે જેમાં કોરોનામાં લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે. જેથી સરકાર નિષ્ફળ ગઇ છે. જે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનો સુધી આપના કાર્યકર્તાઓ ઘર જશે. મનપાની ચૂંટણી એક મિશન સાથે જીતીશું.
શિક્ષકોને આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન
શિક્ષકો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે ક્યાંકને ક્યાંક યોગ્ય છે. કેમ કે શિક્ષકને ભણાવવાની જગ્યાએ અલગ અલગ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવામાં આવે છે. પરીક્ષા લેવાની શિક્ષકોની જે વાત છે તે સરકાર આ નવી વાતને લઈને આવી છે. જેમાં શિક્ષકોનો વિરોધ યોગ્ય છે અને એમાં આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન છે. કોર્પોરેશનની ચૂંટણી વારંવાર પાછી ઠેલાઈ રહી છે. જેથી સરકારને ક્યાંકને ક્યાંક આમ આદમી પાર્ટી મહાનગરપાલિકા લેવામાં સફળ થશે તેવો ડર છે તેવું લાગી રહ્યું છે. એટલા માટે ચૂંટણીઓ પાછળ ઠેલવવાના પ્રયાસ થઇ રહ્યા છે.
આ પણ વાંચોઃ પાટણમાં સરકારની શિક્ષક સજ્જતા કસોટીનો ફિયાસ્કો, નહિવત શિક્ષકોએ આપી પરીક્ષા
આ પણ વાંચોઃ જામનગરમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અંતર્ગત શિક્ષકોએ આપી કસોટી