ETV Bharat / city

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં કુલ 17,769 પરીક્ષાર્થીઓ રહ્યા ગેરહાજર - ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થી

કોરોનાને પગલે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ, ગુરૂવારથી ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ હતી. જેમાં, ધોરણ 10 અને 12ના અનેક વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં કુલ 17,769 પરીક્ષાર્થીઓ રહ્યા ગેરહાજર

author img

By

Published : Jul 15, 2021, 10:52 PM IST

  • ધોરણ 10 અને 12 બોર્ડની રીપીટર પરીક્ષા યોજાઈ
  • આજે ગુરૂવારે પરીક્ષાના પ્રથમ દિવસે 17,669 વિધાર્થીઓ ગેરહાજર
  • આર્ટ્સમાં 2129 અને સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 4629 વિધાર્થીઓ ગેરહાજર

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજ ગુરૂવારથી ધોરણ 10 અને 12ના રીપીટર વિધાર્થીઓની પરીક્ષા શરૂ કરવામાં આવી છે, જેમાં આજે પ્રથમ દિવસે જ રાજ્યના શિક્ષણ બોર્ડ તરફથી મળતી માહિતી પ્રમાણે, ધોરણ 10 અને 12 કુલ 17,669 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, જેમાં સૌથી વધુ ધોરણ 10ના 11,017 વિધાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.

ધોરણ 10માં આજે હતી પ્રથમ ભાષાની પરીક્ષા

ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની વાત કરવામાં આવે તો, આજે ગુરૂવારે પ્રથમ ભાષાની પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં ગુજરાતી, હિન્દી, ઉર્દુ, સિંધી, મરાઠી, તામિલ, તેલુગુ અને ઉડીયા ભાષાની પરીક્ષા હતી. જેમાં કુલ 78,646 વિધાર્થીઓમાંથી 67,629 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 11,017 વિધાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.

આ પણ વાંચો: Corona's second wave બાદ અમદાવાદમાં સ્કૂલો થઈ શરૂ

ધોરણ 12માં પણ અનેક વિધાર્થીઓ રહ્યા ગેરહાજર

ધોરણ 10 બોર્ડ રીપીટરની પરીક્ષામાં 11,017 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, ત્યારે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પણ અનેક વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હોવાની વિગતો સામે આવી છે. રાજ્યમાં શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભૌતિક વિજ્ઞાનના પેપરમાં કુલ 29,801 વિધાર્થીઓ પૈકી 27,601 પરિક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. આમ, 2200 જેટલા પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા જ ન હતાં, જ્યારે એકાઉન્ટ, સામાજિક વિજ્ઞાન અને સહકાર પંચાયત જેવા વિષયોમાં 34,069 પરિક્ષાર્થીઓ પૈકી 29,446 પરિક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને 4623 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

4 કોપી કેસ અને 1 ડમી વિદ્યાર્થી ઝડપાયા

રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, ધોરણ 10માં પંચમહાલ, પાટણ અને પોરબંદર ખાતે એક એક કોપી કેસ નોંધાયા હતા, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પાટણ ખાતે એક કોપી કેસ અને રાજકોટ ખાતે એક ડમી વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન ઝડપાયો હતો.

સૌથી વધુ ગેરહાજર પરીક્ષાર્થીઓ બનાસકાંઠા જિલ્લાના

ધોરણ 10 પ્રથમ ભાષાની રીપીટરની પરીક્ષામાં સૌથી વધુ 11,017 જેટલા પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, ત્યારે સૌથી વધુ ગેરહાજર પરીક્ષાર્થીઓમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ 943 જેટલા પરીક્ષા ગેરહાજર રહ્યા હતા, જ્યારે સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓના જિલ્લાની જ વાત કરવામાં આવે તો આવા ડાંગ જિલ્લામાં ફક્ત 22 જેટલા જ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, આમ કુલ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 85.99 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: Repeater Examination: કોરોના બાદ પ્રથમવાર ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા યોજાઈ

ગિરસોમનાથ જિલ્લામાં વધુ ગેરહાજર વિધાર્થીઓ

વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની જો વાત કરવામાં આવે તો વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયના પરીક્ષામાં કુલ 1200 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગીર સોમનાથ જિલ્લાના 234 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ન હતી. આ ુપરાંત, સૌથી ઓછા આહવા ડાંગ જિલ્લાના 6 વિદ્યાર્થીઓ કે જેમણે આજે ભૌતિક વિજ્ઞાનનું પેપર આપ્યું ન હતું, આમ વિજ્ઞાન પ્રવાહમાં કુલ 92.62 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર થયા હતા. જ્યારે સામાન્ય પ્રવાહના પેપરની વાત કરવામાં આવે તો આજે કુલ 4,633 જેટલા પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, આ સાથે, સૌથી વધુ સુરતમાં 635 અને રાજકોટમાં 459 જેટલા પરીક્ષાર્થીઓ ગેરહાજર ગયા હતા. આમ કુલ 86.43 ટકા જેટલા પરીક્ષાર્થીઓ ધોરણ 12 બોર્ડના સામાન્ય પ્રવાહમાં હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.