- રાજ્યમાં 13,000 જેટલા સરકારી વાહનો સ્ક્રેપ પોલિસી હેઠળ જશે
- ગૃહવિભાગના 5000થી વધુ વાહનો સ્ક્રેપમાં જાય તેવી શક્યતાઓ
- રાજ્યના ટ્રાન્સ્પોર્ટ વિભાગ દ્વારા વાહનોની વિગતો લેવાની શરૂ કરાઇ
- રાજ્ય સરકારે સ્ક્રેપ પોલિસી હેઠળ નથી આપી એક પણ વાંધા અરજી
ગાંધીનગર: સમગ્ર દેશમાં સ્ક્રેપ પોલિસી વર્ષ 2024થી લાગુ કરવામાં આવશે, ત્યારે રાજ્યના વાહનવિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં 9 લાખથી વધુ વાહનો કે જે 15 વર્ષથી વધુ વયના છે. આવા વાહનો ભંગારમાં જાય તેવી શક્યતાઓ છે, જ્યારે સરકારી વાહનોની વાત કરવામાં આવે તો જૂના વાહનો રિસેલ કરવામાં આવે છે ત્યારે અનેક કચેરીઓ એવી હોય છે જ્યાં વર્ષો સુધી એક જ વાહનનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે સરકારી વિભાગના 13,000 જેટલા વાહન અને ગૃહવિભાગના 5000 જેટલા વાહનો સ્ક્રેપમાં જઇ શકે છે.
કેન્દ્ર સરકારે મંગાવી છે વાંધા અરજી અને સૂચનો
13 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી. જાહેરાત બાદ કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકાર પાસેથી પોલિસી અંતર્ગત વાંધા અરજી અને સૂચનો મેળવવા માટેની સૂચના આપી હતી, પરંતુ ગુજરાત સરકાર તરફથી એક પણ સૂચન કે અરજી આપવામાં આવી નથી, જ્યારે દેશમાંથી કુલ 5 જેટલી રાજ્ય સરકાર દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યમાં વર્ષ 2005 પહેલાના વાહનોની વિગતો
વર્ષ 2000-2001
ટ્રાન્સપોર્ટ વાહનો 8,26,046
નોન ટ્રાન્સપોર્ટ વાહનો 47,49,994
કુલ વાહનો 55,76,040
વર્ષ 2001-2002
ટ્રાન્સપોર્ટ વાહનો 8,58,113
નોન ટ્રાન્સપોર્ટ વાહનો 51,49,856
કુલ વાહનો 60,07,969
વર્ષ 2002-2003
ટ્રાન્સપોર્ટ વાહનો 8,99,284
નોન ટ્રાન્સપોર્ટ વાહનો 56,09,086
કુલ વાહનો 65,08,370
વર્ષ 2003-2004
ટ્રાન્સપોર્ટ વાહનો 9,51,943
નોન ટ્રાન્સપોર્ટ વાહનો 61,35,597
કુલ વાહનો 70,87,640
વર્ષ 2004-2005
ટ્રાન્સપોર્ટ વાહનો 10,16,149
નોન ટ્રાન્સપોર્ટ વાહનો 68,01,123
કુલ વાહનો 78,17,272
દેશમાં 10,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવશે
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ પોલિસીના કારણે સમગ્ર દેશમાં આવનારા દિવસોમાં 10 હજાર કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ આવશે, જેથી આવનારા દિવસોમાં આ પોલિસી થકી સમગ્ર રાજ્યમાં નવી રોજગારીનું પણ સર્જન થશે. સાથે જ આવનારા 25 વર્ષ દેશ માટે મહત્વના છે ત્યારે આ પોલિસી દેશની આત્મનિર્ભરની થીમ પર આધારિત હોવાનું નિવેદન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. આ પોલિસીના કારણે અમુક મટીરીયલ કે જે આપણે વિદેશથી આયાત કરવું પડે છે તે પણ બંધ થશે.
આ પણ વાંચો: શું તમારા વાહનો સ્ક્રેપમાં જશે ? વ્હીકલ સ્ક્રેપ પોલિસી અંગે MODESTના મેહુલભાઈ સાથે ખાસ વાતચીત
આ પણ વાંચો: નવી સ્ક્રેપિંગ પોલિસી લોન્ચ, ટેસ્ટિંગ બાદ કાર સ્ક્રેપ થશે, નવી કાર પર મળશે ડિસ્કાઉન્ટ- PM MODI