ETV Bharat / city

મિત્રને એપ્રિલ ફૂલ બનાવવા બોર્ડની પરીક્ષાઓની તારીખ બદલીને મેસેજ ફરતો કર્યો, ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો - Board Examination News

પોતાના મિત્રને એપ્રિલ ફૂલ બનાવવા માટે ધોરણ-10 અને 12ની પરીક્ષાઓની તારીખો બદલીને વોટ્સએપ પર મેસેજ વાઈરલ કરનારા સગીરને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢ્યો છે,

મિત્રને એપ્રિલ ફૂલ બનાવવા બોર્ડની પરીક્ષાઓની તારીખ બદલીને મેસેજ ફરતો કર્યો

author img

By

Published : Apr 12, 2021, 7:20 PM IST

  • મિત્રને એપ્રિલ ફૂલ બનાવવું ભારે પડ્યું
  • માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિપત્ર સાથે ચેડા
  • ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિશોરને ઝડપી પાડવામાં આવ્યો

ગાંધીનગર: તાજેતરમાં સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થયો હતો કે, બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિપત્ર સાથે ચેડા કરવાનો આ મામલો સેક્ટર 7 પોલીસમથકે નોંધાયો હતો. જેનો ભેદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, એક કિશોરે અન્ય મિત્રને એપ્રિલ ફૂલ બનાવવા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિપત્ર સાથે ચેડા કરી તારીખમાં ફેર બદલ કર્યો હતો. મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા કિશોરને ક્રાઇમ બ્રાન્ય દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે.

એપ્રિલ ફૂલ બનાવવાના ચક્કરમાં કિશોરે તારીખો બદલી

એપ્રિલ મહિનામાં મિત્રોને એપ્રિલ ફૂલ બનાવવાના હેતુસર કિશોરે તારીખોમાં ફેરબદલ કર્યો હતો. 10 મેના રોજ યોજાનારી પરીક્ષા 15 જૂન દરમિયાન યોજાશે તેવું એડિટિંગ કરીને પોતાના વોટ્સએપ સ્ટેટસ પર મુક્યું હતું. જેની વિપરીત અસર વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પડી હતી અને તેઓ ચિંતિત થયા હતા. આ બાબત બોર્ડની કચેરીના ધ્યાને આવતા સેક્ટર 7 પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.