ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હવે સફાઈ કામદારો પર નજર રાખવા સ્માર્ટવોચ આપવામાં આવશે. જોકે કામદારો દ્વારા તેનો વિરોધ કરાશે અને સ્માર્ટ વોચ લેશે નહી. જેમાં સફાઈ કામદારોએ વિવિધ કોન્ટ્રાક્ટરોની કામમાં બેદરકારી સામે આંખ આડા કાન કરતુ તંત્ર નાના માણસા સાથે ઓરમાયું વર્તન રાખતું હોવાના આક્ષેપો થયા છે. બીજી તરફ તંંત્ર દ્વારા તેમને સજાવાય છે કે, કામ કરતા લોકોને સ્માર્ટ વોચથી કોઈ નુકસાન નથી.
મળેલી માહિતી પ્રમાણે ગાંધીનગર મહાપાલિકાના અધિકારીઓએ શુક્રવારે બપોરે સફાઈ કામદારોને સેકટર 21માં આવેલી વોર્ડ કચેરીમાં બોલાવ્યા હતા. જેમાં સફાઈ કામદારોને ફરજના કલાકો દરમિયાન સ્માર્ટ વોચ પહેરવા માટેનો આદેશ કર્યો હતો. લાઈવ જીપીએસ લોકેશન આપતી આ વોચથી મહાનગરપાલિકાનો સ્ટાફ સફાઈ કામદારો પર સતત નજર રાખી શકશે. હવે કામચોરી ચાલશે નહીં તેવી સ્પષ્ટ સૂચના સફાઈ કામદારોને આપવામાં આવી હતી. સફાઈ કામદારો માટે જ સ્માર્ટ વોચની જોગવાઈ સામે કામદારોમાં રોષ જોવા મળ્યો હતો.
સફાઈ કમદાર યુનિયનના હોદ્દેદારોએ આક્ષેપ કર્યો હતો કે, સફાઈ કામદારોને નોકરીના લાભો આપવાના હોય તો અન્ય મનપાના નિયમો અને જોગવાઈઓ તપાસવામાં આવે છે, જ્યારે આ કિસ્સામાં એક માત્ર ગાંધીનગર મનપા દ્વારા જ સફાઈ કામદારો માટે સ્માર્ટ વોચ નિયત કરાઈ છે. એક બાજુ સરકાર અને નાગરિકો કોરોના વોરિયર તરકે સફાઈ કામદારોનું સન્માન કરે છે. ત્યારે બીજી તરફ મનપા સત્તાધિશો સ્માર્ટ વોચના નામે કામ સામે સવાલો ઉઠાવે છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારોનું લોકેશન જાણવા સ્માર્ટ વોચ આપતા રોષ ભભૂક્યો - smart watch by corporation
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હવે સફાઈ કામદારો પર નજર રાખવા સ્માર્ટ વોચ આપવામાં આવશે. જોકે કામદારો દ્વારા તેનો વિરોધ કરાશે અને સ્માર્ટ વોચ લેવામાં આવશે નહીં. જેમાં સફાઈ કામદારોએ વિવિધ કોન્ટ્રાક્ટરોની કામમાં બેદરકારી સામે આંખ આડા કાન કરતું તંત્ર નાના માણસા સાથે ઓરમાયું વર્તન રાખતું હોવાના આક્ષેપો થયા છે.