ETV Bharat / city

ગાંધીનગરમાં ગેરકાયદેસર એન્ટિબાયોટિક દવા બનાવવાનું કૌભાંડ ઝડપાયું - ગુજરાત

ગાંધીનગરના કલોલ તાલુકાના હાજીપુર મૂકામે સ્થિત ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટીક દવા બનાવીને વિદેશમાં નિકાસ કરતી સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ LLP કંપનીમાં રેડ કરીને ‘એક્ઝાક્લેવ- 625’ ટેબલેટનો આશરે રૂપિયા 63 લાખની કિંમતનો જથ્થો જપ્ત કરી કંપનીના ભાગીદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Kalol
Kalol
author img

By

Published : Feb 12, 2021, 9:11 PM IST

  • ગેરકાયદેસર એન્ટીબાયોટીક દવા બનાવી વિદેશમાં નિકાસ કરતી કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ્સની રેડ
  • “એક્ઝાક્લેવ-625 ટેબલેટ”નો જથ્થો જપ્ત
  • આશરે 63 લાખની કિંમતનો જથ્થો જપ્ત કરાયો

ગાંધીનગર: જિલ્લાના કલોલ તાલુકાના હાજીપુર મુકામે સ્થિત ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટીક દવા બનાવી વિદેશમાં નિકાસ કરતી સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ LLP કંપનીમાં રેડ કરીને ‘એક્ઝાક્લેવ- 625’ ટેબલેટનો આશરે રૂપિયા 63 લાખની કિંમતનો જથ્થો જપ્ત કરી કંપનીના ભાગીદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વગર પરવાનગીએ કંપની કઈ રીતે હતી કાર્યરત

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ વધુ વિગતો આપતા જણાવ્યું છે કે, મે. સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ LLP, ગાંધીનગર છેલ્લા ત્રણ વર્ષની ઉત્પાદન પરવાનગી ધરાવે છે. આ પેઢીના ભાગીદાર પ્રવિણભાઇ ચૌધરી અને તેની ટેકનીકલ ટીમ દ્વારા મે. ફાઇનક્યોર ફાર્મા, ઉત્તરાખંડના નામે “એક્ષક્લેવ-625 કો- એમોક્ષીક્લેવ ટેબલેટ બી.પી. (Exaclav-625 Co-Amoxiclav Tablet B.P.)”ની બનાવટનું ગેરકાયદેસર ઉત્પાદન કરતા પકડાયા છે. આ રેડ દરમિયાન 4,20,000 જેટલી “એક્ઝાક્લેવ- 625” ટેબલેટનો આશરે રૂપિયા 63.00 લાખની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. “એક્ઝાટીલ ડ્રાયસીરપ(Exatil Dry Syrup)” બ્રાન્ડનેમની બનાવટનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જે મે. બ્રુસેલ્સ લેબોરેટરી પ્રા. લી., ચાંગોદર, અમદાવાદના પરવાના નં.G/1010, નામ અને સરનામાંનો ઉપયોગ કરીને બનાવટી દવાનું ઉત્પાદન કરવામાં આવતુ હતું. “એક્ઝાક્લેવ-625 ટેબલેટ”ના તૈયાર 1850 કાર્ટન તથા એલ્યુમીનીયમ ફોઇલના રોલ જેના પર પણ Batch No. B2635, Mfg. Dt. 01/2021, Exp. Dt. 12/2022 છાપી અને બ્લિસ્ટર / એલુએલુ પેકિંગ માટે તૈયાર માલ આગળની કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો છે. આ રેડ દરમિયાન કુલ 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરમાં ગેરકાયદેસર એન્ટિબાયોટિક દવા બનાવવાનું કૌભાંડ

ઉત્પાદનની પરવાનગી જ નહીં : કોશિયા

કોશિયાએ વધુમાં જણાવ્યું હતું કે, એક્ઝાક્લેવ-625 ટેબલેટની ઉત્પાદન પરવાનગી ન હોવા છતાં ઉત્પાદક પેઢી મે. ફાઇનક્યોર ફાર્મા, ઉત્તરાખંડના નામે Batch No. B26235, Mfg. Dt. 01/2021, Exp. Dt. 12/2022 ની પ્રોડક્ટનો જથ્થો મે. ફાઇનક્યોર ફાર્માના Mfg. License No. 34/UA/SC/P-2007નો ઉપયોગ કરી જાન્યુઆરી માસની ઉત્પાદન તારીખ (01/2021) દર્શાવી ફેબ્રુઆરી માસમાં ઉત્પાદન કરતા ઝડપાયા છે.

ઉત્પાદન લાયસન્સ બીજાના નામનું?

કોશિયાએ વધુમાં જણાવ્યું છે કે, આ સમગ્ર ઉત્પાદનમાં મે. સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ LLP ઉત્પાદક પેઢીએ પોતાની મશીનરી, રો-મટિરિયલ અને કંપનીના હાલના રિસોર્સનો ઉપયોગ કર્યો છે અને મે.ફાઇનક્યોર ફાર્મા, ઉત્તરાખંડનાં પરવાના નં. 34/UA/SC/P-2007, નામ અને સરનામાનો ઉપયોગ કરીને ગેરકાયદેસર બનાવટી દવાનું ઉત્પાદન કરી ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાની કલમોનો ભંગ કરી સજા પાત્ર ગુનાહિત કૃત્ય આચર્યુ છે. મે. સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ LLP ઉત્પાદક પેઢીએ ગેરકાયદે એક્ષપોર્ટ માટેના કાર્ટન, રો-મટિરિયલ, બોક્ષ, એલ્યુમીનીયમ ફોઇલ વગેરે ક્યાંથી મેળવેલા છે? અને કેવી રીતે નાઇજીરીયા દેશમાં નિકાસ કરવાના છે. તેની સઘન તપાસ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં આવુ ગેરકાયદેસર ઉત્પાદન કરતી કંપનીઓ અને વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ રહ્યો છે. આવા ગુનાહિત કૃત્યો આચરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.