- રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
- 11 જૂનથી રાજ્યમાં થશે હળવા નિયંત્રણ
- રાજ્યમાં હવે તમામ ધાર્મિક મંદિર ખુલશે
- રાત્રી કરફ્યૂ રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે
- જિમ 50 ટકા કેપેસિટીથી શરૂ થશે
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનામાં કોરોના કેસમાં થઈ રહેલા સતત વધારાને કારણે રાજ્ય સરકારે રાજ્યમાં અનેક નિયંત્રણ મૂકી દીધા હતા. જેમાં જિમ, રેસ્ટોરન્ટ, ધાર્મિક મંદિરો જગ્યાએ પ્રતિબંધ મૂકી દીધા હતા, ત્યારે આજે બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં 11 જૂનથી આ તમામ નિર્ણયો લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો : કોર કમિટીનો નિર્ણય: મલ્ટીપ્લેક્ષ, જીમનો એક વર્ષનો સુધીના પ્રોપર્ટી ટેક્સ માફ, ITIમાં માસ પ્રમોશન
ક્યાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા ?
- રાજ્યમાં 11 જૂને 6 વાગ્યાથી અમુક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે આ નિયંત્રણ 11 જૂનથી 26 જૂન સવારના 6 વાગ્યા સુધી હળવા કરવામાં આવશે. જે બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.
- રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા દરમિયાન એટલે કે 11 જૂનથી 26 જૂન સુધી સવારે 9થી સાંજે 7 સુધી બેસવાની ક્ષમતાના પચાસ ટકા સાથે ચાલુ રાખી શકાશે.
- Takeaway 9 વાગ્યા સુધી અને Home Delivery રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે
- તમામ દુકાનો વાણિજ્યક એકમો લારી- ગલ્લા શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યવસાયિક ગતિવિધિ 11 જૂનથી 26 જૂન સુધી સવારે 9થી સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
- વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6થી 7 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ચાલુ રહેશે.
- જિમ્નેશિયમ 50 ટકા સાથે ચાલુ કરવાની પરવાનગી તથા SOPનું પાલન કરવું ફરજિયાત છે.
- રાજ્યમાં રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિઓની મર્યાદામાં પાલન સાથે કરી શકાશે.
- રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લા રહે છે, પરંતુ એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ તેનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
- શહેરી બસ સેવાઓ અને ST બસ જેવી પબ્લિક સર્વિસ 60 ટકા પેસેન્જરોની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
- રાજ્યના જે વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષા IELTS અને TOFEL વગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઇને આ પરીક્ષાઓ SOPના પાલન સાથે યોજવાની પણ છૂટ આપવામાં આવી છે.
આ પણ વાંચો : કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનો નિર્ણય : માં કાર્ડની મુદ્દત 31 જુલાઇ સુધી વધારવામાં આવી
બેઠકમાં નીતિન પટેલ સહિત અન્ય પ્રધાનો પણ રહ્યા હાજર
આમ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રધાન સૌરભ પટેલ, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ કૈલાસનાથન પણ હાજર રહ્યા હતા.