ગાંધીનગર : સૌથી મોટી લોજીસ્ટિક કંપનીના પ્રતિનિધિ ગુજરાત અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની મુલાકાતે (Logistics FedEx Meeting CM) આવ્યા હતા. તેમણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે બેઠક કરી હતી. સાથે જ ગિફ્ટ સિટી (FedEx Visit Gift City) ખાતે પણ મુલાકાત કરી હતી, ત્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના જરૂરી સહયોગ માટે કટિબદ્ધ છે. આ બેઠક ગુજરાતમાં IT અને ITeS પોલિસી 2022-27 અન્વયે અપાતા પ્રોત્સાહનની ભૂમિકા (FedEx Visit Gujarat) આપવામાં આવી હતી.
આ પણ વાંચો : સરકારે રાજ્યમાં પ્રથમ વખત આપી આ પોલિસીને સૈદ્ધાંતિક મંજૂરી
વધુમાં મુખ્યપ્રધાન જણાવ્યું હતું કે, FedExનું આ પ્રતિનિધિમંડળ કવલ પ્રિત, રિજિયોનલ પ્રેસિડેન્ટ AMEAના નેતૃત્વમાં ગુજરાત આવેલું છે. FedExના આ પ્રતિનિધિમંડળે ગિફટ સિટીમાં તેમના સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપનાની સંભાવનાઓ ચકાસવા ગિફ્ટ સિટીની (FedEx Meeting CM Bhupendra Patel) મુલાકાત પણ લીધી હતી. FedEx ભારતમાં વિવિધ સ્તરે રિજિયોનલ લીડરશીપ રોલની ભૂમિકા માટે સક્રિયપણે વિચારાધીન છે, એટલું જ નહીં, ગ્લોબલ ઓપરેશનને સહાયરૂપ થવા સેન્ટર ઓફ એક્સલન્સ (Center of Excellence) પણ સ્થાપવા ઇચ્છુક છે.
આ પણ વાંચો : Swasthya Chintan Shibir at Kevadia : ટેન્ટ સિટી 2માં કેન્દ્રીય આરોગ્યપ્રધાને શરુ કરાવી એ શિબિરમાં શેની ચર્ચા છે જાણો
ગુજરાત કેવી રીતે આપશે સહયોગ - કંપનીના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવા સેન્ટર ઓફ એક્સલન્સ IT., ફાયનાન્સ, સેલ્સ, માર્કેટિંગ, હ્યુમન રિસોર્સિસ જેવા સેકટરોમાં સહયોગી બનશે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે FedExને ગિફટ સિટીમાં તેમના સેન્ટર ઓફ એકસલન્સની સ્થાપના માટે સરકારના જરૂરી સહયોગની તત્પરતા દર્શાવી હતી. આ ઉપરાંત ગિફટસિટી પણ અદ્યતન આંતરમાળખાકીય સુવિધા, ફાઇનાન્સ અને IT, સેક્ટરમાં કુશળ પ્રતિભાસંપન્ન વર્કફોર્સ, સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટીઝ અને ટેક્સ ઇન્સેન્ટીવ્ઝના પ્રોત્સાહનો આપે છે, તેમ પણ મુખ્યપ્રધાન પટેલે જણાવ્યું હતું.