- રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
- રાજ્યમાં નવરાત્રી યોજવા બાબતે થશે ગહનચર્ચા
- ધોરણ 6 થી 9 ના વર્ગો શરૂ કરવા મુદ્દે થશે બેઠકમાં નિર્ણય
ગાંધીનગર: આજે મુખ્યપ્રધાન નિવાસસ્થાન ખાતે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેને ધ્યાને લઈને બુધવારના રોજ કેબિનેટ બેઠકમાં ચર્ચાના વર્ગો શરૂ કરવા બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતાઓ છે. ગત કેબિનેટ બેઠકમાં પણધોરણ 6 થી 9ના વર્ગો શરૂ કરવા બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠકમાં આ મુદ્દો મૂક્યો હતો ત્યારે આજની બેઠકમાં ફરીથી ભજન સતી નવના વર્ગ offline તે બાબતનું પણ નિર્ણય રાજ્ય સરકાર કરે તેવી શક્યતાઓ છે.
પીએમ મોદી ગુજરાત મુલાકાત મુદ્દે આયોજન
5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે સેન્ટર એકસીડન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય તેવું આયોજન પણ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગે પીએમ નરેન્દ્ર મોદીને આ બાબતનું આમંત્રણ પાઠવ્યું છે, ત્યારે 5 સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે જો પીએમ મોદી ગુજરાત આવશે. તો તેમના આગમન અને કાર્યક્રમ બાબતનું પણ આયોજનના મુદ્દાઓ કેબિનેટ બેઠકમાં ચર્ચાશે.
ગીરના પ્રોજેક્ટ મુદ્દે ચર્ચા
મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યના ગીર જંગલ ખાતે સફારી પાર્કમાં 50 કરોડ રાખજે એક ખાસ જ નવું આકર્ષણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં પ્રવાસીઓ માટે સેલ્ફી પોઇન્ટ સનસેટ પોઇન્ટ જેવા આકર્ષણ તૈયાર થઈ રહ્યા છે. તે બાબતે પણ કેબિનેટ બેઠકમાં ખાસ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ એવા લાયન પ્રોજેક્ટ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.
નવરાત્રિમાં શેરીગરબા બાબતે ચર્ચા
રાજ્ય સરકારે ગણેશ ચતુર્થી માટે ચાર ફૂટની પ્રતિમાં સાથે સાર્વજનિક ગણેશ ઉત્સવની પરવાનગી આપી દેવામાં આવી છે, ત્યારે નવરાત્રિમાં મોટા આયોજકો દ્વારા સ્વૈચ્છિક રીતે ગરબા નહીં યોજવાનો જાહેરાત કરવામાં આવી છે પરંતુ રાજ્યમાં શેરીગરબા બાબતનો નિર્ણય હજી સુધી લેવાયો નથી ત્યારે શેરી ગરબાનો નિર્ણય પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.